Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

આપઘાત કરવા ગયેલી પ્રેમભગ્ન યુવતીના સેંથામાં પોલીસે ભર્યું સિંદૂર

પ્રેમમાં દગો મળતા યુવતીને પરિવાર પણ તરછોડી દેતા આપઘાત કરવાનો નિર્ણય કર્યો :હળવદ પોલીસે સાણંદના ગીતપુરાની રીપલ વાણીયા નામની યુવતીને નવજીવન આપ્યું

મોરબી :ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવો કિસ્સો હળવદમાં જોવા મળ્યો છેજ્યાં પ્રેમમાં દગો મળતા અને યુવતીને પરિવાર પણ તરછોડી દેતા આપઘાત કરવાનો અંતિમ નિર્ણય કર્યો હતો. જોકે હળવદ પોલીસ યુવતીની મદદે આવી હતી અને યુવતીને નવજીવન આપ્યું હતું.

 આ અંગેની વિગત મુજબ સાણંદ તાલુકાના ગીતપુરા ગામની રીપલ વાણીયા નામની યુવતીને એક યુવાન સાથે આંખ મળી ગઈ હતી અને બંને પ્રેમી પંખીડાઓ ભાગીને હળવદ આવી ગયા હતા અને હળવદના સરંભડા ગામે નવજીવનની શરૂઆત કરી હતી. જોકે જન્મોજન્મ સાથે નિભાવવાની કસમ ખાધા બાદ રીપલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે તેણે માલૂમ પડ્યું હતું કે રીપલનો પ્રેમી પરિણીત છે અને પ્રેમી મહેશે તેની પત્ની સાથે રહેવાનું મન બનાવી લીધું હોય જેથી પ્રેમમાં દગો મળતા યુવતીએ રેલ્વે નીચે કપાઈ જઈને જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી લીધો હતો.

 હળવદ પોલીસને યુવતીના આપઘાતની જાણ થઇ હતી અને રીપલને સમજાવી તેણે આપઘાત કરતા રોકી લીધી હતી. તેમજ ૧૮૧ હેલ્પલાઈનની ટીમને પણ જાણ કરતા યુવતીની મદદ માટે ૧૮૧ ટીમ પણ દોડી આવી હતી અને મહિલા હેલ્પલાઇન ટીમે રીપલના પિતાને ફોનથી સંપર્ક કર્યો હતો. જોકે પિતાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે તેણે રીપલ સાથે કોઈ જ લેવાદેવા નથી આમ પ્રેમમાં દગો અને બાદમાં પરિવાર દ્વારા તરછોડી દેવાતા યુવતી નિરાધાર બની હતી.

   હળવદ પોલીસના વસંતભાઈ વઘેરા અને અન્ય સ્ટાફે રીપલને આત્મહત્યા નહીં કરવા સમજાવી હિંમત અને સાંત્વના પુરી પાડી હતી. તેમજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા જસમતભાઈ છગનલાલ સોલંકી નામના યુવાન કુંવારા હોય અને રીપલબેનની મરજીથી બંનેના લગ્ન કરાવી દેવાયા હતા.
   હળવદ તાલુકાના દશામાંના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી તો હળવદ પોલીસે યુવતીનું કન્યાદાન કરી પોલીસ પ્રજાનો મિત્ર છે. તે ઉક્તિ સાર્થક કરી જીવનનો રસ ગુમાવી ચુકેલી અને એક ભૂલ થી મુશ્કેલીમાં મુકાયેલી યુવતીને નવજીવન આપીને હળવદ પોલીસે સરાહનીય કાર્ય કર્યું છે અને સૌ કોઈ આ કાર્યને બિરદાવી રહ્યા છે

(9:38 am IST)