Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ભાવનગરમા ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧ દર્દી કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૧૨ કેસો પૈકી માત્ર ૧૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર: ભાવનગર જિલ્લામા આજરોજ ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૧૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૧૨ કેસ પૈકી હાલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:39 pm IST)
  • વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠક નહીં મળે પાટીલનો લલકાર: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે વડોદરા ખાતે ધડાકો કરતા કહ્યું છે કે વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠકો નહીં મળે. રાહુલ ગાંધીએ ગુજરાતનું અપમાન કર્યુ છે તે જનતા સહન નહિ કરે. access_time 12:45 am IST

  • અમેરિકામાં કોરોનાના નવા કેસમાં ભારે ઘટાડો નોંધાયો, છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૦૦૦ કેસ મને તેરસો મૃત્યુ નોંધાયા, ચાર કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને દોઢ કરોડ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો access_time 12:35 pm IST

  • વડાપ્રધાનનું નાસ્કોનને સંબોધન : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે નાસકોમ ટેકનોલોજી અને લીડરશીપ ફોરમને સંબોધન કરી રહ્યા છે. access_time 2:53 pm IST