Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,19,033 સેમ્પલ લેવાયા છે

(8:35 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,573 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,37,106 થઇ :એક્ટિવ કેસ 1,33,702 થયા: વધુ 11,794 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06, 42, 903 થયા :વધુ 99 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,949 થયા access_time 1:02 am IST

  • ક્રૂડ તેલના ભાવો ૧૩ મહિનાની સર્વોચ્ચ સપાટીએ : કોરોનાની અસર ઘટવા લાગતા ઈકોનોમી રીકવર થવાની આશાએ ક્રૂડના ભાવો હજુ વધી શકે છે : ભાવોની તેજીને લીધે ઘરઆંગણે પેટ્રોલ - ડિઝલના ભાવો ૯૦ થી ૧૦૦ રૂ. જેવા અભૂતપૂર્વ થઈ ગયા છે. access_time 2:53 pm IST

  • કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે તેઓ રામ મંદિર માટે દાન નહીં આપે. તે જ સમયે, જેડીએસ નેતા અને ભૂતપૂર્વ સીએમ એચડી કુમારસ્વામીના નિવેદનથી વિશ્વ હિન્દુ પરિષદ ગુસ્સે ભરાયું છે : વિવાદિત નિવેદન આપતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, 'જો તેઓ મારી પાસે ભંડોળ માંગવા આવે તો હું કહીશ કે હું અયોધ્યાના "વિવાદિત" રામ મંદિર માટે દાન નહીં આપું. હું બીજે ક્યાંક પણ નિર્માણ પામનારા રામ મંદિર માટે દાન આપીશ. આ મામલો થાળે પડ્યો હોવા છતાં વિવાદ હંમેશા રહેશે જ!' access_time 12:20 am IST