Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 2 કેસ પોઝિટિવ નોંધાય છે  જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,76,616 સેમ્પલ લેવાયા

(8:34 pm IST)
  • અમેરિકામાં કોરોનાના નવા કેસમાં ભારે ઘટાડો નોંધાયો, છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૦૦૦ કેસ મને તેરસો મૃત્યુ નોંધાયા, ચાર કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને દોઢ કરોડ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો access_time 12:35 pm IST

  • કાલે રેલ રોકો આંદોલનને સમર્થન : પંજાબમાં હવે કિશાન પંચાયતો નહિં યોજાય ૩૨ જથ્થાબંધ માર્કેટ દ્વારા નિર્ણય : સોનીપત : પંજાબની ૩૨ જથ્થાબંધ ખેડૂત માર્કેટ દ્વારા મંગળવારે યોજાયેલ બેઠકમાં હવે પછી કોઈ ખેડૂત પંચાયતો નહિં મળે : માત્ર સંયુકત કિશાન મોરચો દિશા - નિર્દેશ આપે ત્યારે જ પંચાયત બોલાવાશે : કુંડલી સહિત દિલ્હી અને અન્ય સરહદો પર ચાલી રહેલ કિશાન આંદોલનને વેગ આપવાનો નિર્ણય પણ લેવાયો હતો : કાલે ૪ કલાકનું ‘રેલ રોકો’ યોજાયુ છે તેને સમર્થન આપવા ચર્ચા થયેલ. access_time 11:15 am IST

  • ૨૨ પ્રધાનો અને ૧૧૦ સાંસદો મેદાનમાં ઉતારશે ભાજપ : આગામી એપ્રિલ મહિનામાં આવી રહેલ પશ્ચિમ બંગાળની જબરદસ્ત રસાકસીવાળી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે તેના ૨૨ જેટલા કેન્દ્રીય પ્રધાનોને બંગાળમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં ૧૧૦ જેટલી મહત્વની બેઠકો અલગ તારવી છે અને આ બેઠકો માટે સાંસદ સભ્યો પણ નક્કી કરવામાં આવ્યા છે જે આ બેઠકો માટે પ્રચાર કાર્ય કરશે અને છેવટ સુધી પશ્ચિમ બંગાળમાં કેમ્પ કરી રોકાશે. access_time 2:53 pm IST