Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વેદવાણી નિરંતર હોય જયારે નભવાણી પ્રાસંગીક હોયઃ પૂ.મોરારીબાપુ

કચ્છના રાપર તાલુકામાં આયોજીત 'માનસ વ્રજવાણી' શ્રી રામકથાનો પાંચમો દિવસ

હિન્દ ભુમીના વિર જવાનોના કેમ્પમાં જઇને પૂ.મોરારી બાપુએ રાષ્ટ્રભકિત અને દેશપ્રેમની સરાહના કરી : જુનાગઢઃ કચ્છના વ્રજવાણી ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા  માનસ વ્રજવાણીનું મંગલ ગાન થઇ રહ્યું છે. રાપર તાલુકાનું આ છેવાડાનું ગામ છે. જ્યાંથી પાકિસ્તાનની. સરહદ માત્ર ૪૦ કિલોમીટર દૂર છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ  અહીં BSFCની બટાલિયન સરહદ સુરક્ષા માટે સતત સાવધાન રહે છે. પૂજ્ય બાપુની કૂટિયા જ્યાં છે, એ બેલા ગામની ભાગોળે જ આ સૈન્ય દળનો કેમ્પ આવેલો છે. જે સતત સજાગ રહે છે. હિન્દભૂમિના આ સપુતોના કેમ્પમાં જઇને પૂજ્ય બાપુએ એમની રાષ્ટ્ર ભકિત અને દેશપ્રેમની સરાહના કરી હતી. અને એમની નિરંતર સેવા બદલ સાધુવાદ પાઠવ્યા હતા. રાષ્ટ્રના સુરક્ષા દળના જવાનોએ પૂજ્ય બાપુનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બાપુએ સહુને હનુમંત પ્રસાદી રૂપે રામનામી અર્પણ કરી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

રાજકોટ, તા., ૧૭: વેદવાણી નિરંતર હોય છે જયારે નભવાણી એટલે કે આકાશવાણી પ્રાસંગીક હોય તેમ પૂ. મોરારીબાપુએ કચ્છના રાપરમાં આયોજીત 'માનસ વ્રજવાણી' શ્રીરામકથાના પાંચમા દિવસે જણાવ્યું હતું.

પૂ.મોરારી બાપુએ ગઇકાલે શ્રી રામકથાના ચોથા દિવસે કહયું કે શંકર ભગવાને સઘળી વાત કરીને કહયું કે આમંત્રણ વગર નીતી કહે છે એમ મા-બાપની ઘરે સંતાનોએ વગર આમંત્રણે જવાય, મિત્રની ઘરે, ગુરૂની ઘરે શિષ્ય જઇ શકે. સર્વભુતાય કાર્યો થતા હોય ત્યાં પણ જવાય પણ અહી જવામાં સાર નથી કારણ કે અકારણ વિરોધ માની બેસે છે. ન માન્યા, બે ગણોને સાથે મોકલ્યા, ત્યાં શીવનો ભાગ કે આસન ન જોયુ, ન બ્રહ્મા ન વિષ્ણુનુ આસન, સતી કોપાયમાન થયા. યજ્ઞનો ધ્વંશ કર્યો, શિવગણોએ વિધ્વંશ કર્યો. દક્ષનું માથુ હોમી દીધું. હાહાકાર થયો અને સતી યજ્ઞમાં સમાયા. દક્ષની દુગર્તી થઇ. સતીનો બીજો જન્મ પર્વતરાજ હિમાલયને ત્યાં થયો, નામકરણ થયું. પુત્રીરૂપે ઉમા, જગતમાતા રૂપે અંબીકા અને પતિવ્રત ધર્મની આચાર્યા તરીકે ભવાની કહેવાયા એ પછી દેવોએ કામને કહી શંકરની સમાધી ભંગ કરાવી. શંકરે કહયું કે કામની ઇચ્છાથી નહી પણ રામની ઇચ્છાથી લગ્ન કરીશ જેથી મારા પુત્ર વડે રાક્ષસનો વધ થાય.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, જેના પર અઢળક ભરોસો છે એવા બુધ્ધપુરૂષના ભજન પ્રમાણને માનવુ એમ તો પ્રત્યક્ષ પ્રમાણ, અધિકારી વ્યકિતનું વચન પ્રમાણ, અનુમાન પ્રમાણ વગેરે પ્રમાણ છે.

કચ્છમાં પુષ્પદાન ગઢવીના પિતાજી ભુજમાં પ્રખ્યાત ચારણી સાહીત્યની પાઠશાળા ચલાવતા એટલે અહી વ્રજવાણી સાર્થક છે. રામચરીત માનસમાં એક જ વખત વ્રજ શબ્દ આવ્યો છે. એજ રીતે એક જવખત વાણી શબ્દ.

વર્ણાના અર્થ સંઘાના, રસાના, છંદ સામપી, મંગલાનાં પ કર્તારો, વંદે વાણી વિનાયકો શ્લોકમાં છે. આ વિરલ ઘટના છે. આ જ આપણી મારી વ્રજવાણી છે. રામચરીત માનસ જ મારી વ્રજવાણી છે જે હું ૬૦ વરસથી લઇને ફરૂ છું. વ્રજ એટલે ગતી કરવી, વ્રજ ગતીશીલતાનું પ્રતિક છે. અરણ્યકાંડમાં અત્રિરૂષીએ આ શબ્દ પ્રયોજયો છે. બધી જગ્યાએ વ્રજની ભુમી કે ભુમીકા ન હોય.

(3:59 pm IST)
  • દક્ષિણ કોરિયાની ગુપ્તચર સેવાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયન હેકરોએ કોરોના વાયરસ રસી અને સારવારથી સંબંધિત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે દક્ષિણ કોરિયાના એક સાંસદે દાવાને નકારી દીધો હતો, જે મુજબ રસી ઉત્પાદક ફાઈઝર કંપની હેકરોના નિશાના પર હતી. access_time 12:20 am IST

  • હાઈકોર્ટમાં ન્યાયાધીશના ૪૦૦ પદ ખાલી : નવી દિલ્હી : દેશભરની ૨૫ હાઈકોર્ટોમાં ૪૦૦ જેટલી જગ્યાઓ ઉપર ન્યાયાધીશોની નિમણુંકો કરવાનું બાકી છે : આ બધા પદ ખાલી છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં ૪ જજાના પદ ખાલી છે. access_time 11:17 am IST

  • કાલે રેલ રોકો આંદોલનને સમર્થન : પંજાબમાં હવે કિશાન પંચાયતો નહિં યોજાય ૩૨ જથ્થાબંધ માર્કેટ દ્વારા નિર્ણય : સોનીપત : પંજાબની ૩૨ જથ્થાબંધ ખેડૂત માર્કેટ દ્વારા મંગળવારે યોજાયેલ બેઠકમાં હવે પછી કોઈ ખેડૂત પંચાયતો નહિં મળે : માત્ર સંયુકત કિશાન મોરચો દિશા - નિર્દેશ આપે ત્યારે જ પંચાયત બોલાવાશે : કુંડલી સહિત દિલ્હી અને અન્ય સરહદો પર ચાલી રહેલ કિશાન આંદોલનને વેગ આપવાનો નિર્ણય પણ લેવાયો હતો : કાલે ૪ કલાકનું ‘રેલ રોકો’ યોજાયુ છે તેને સમર્થન આપવા ચર્ચા થયેલ. access_time 11:15 am IST