Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વઢવાણમાં ૨ માસીયાઇ બહેનો કોંગ્રેસમાંથી ચૂંટણી જંગમાં

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા. ૧૭: વઢવાણ શહેરના ત્રણ વોર્ડમાં ભારે રાજકીય ઉથલ પાથલ થઇ છે. ત્યારે મહિલા અનામત બેઠકો પર બે બહેનો ચૂંટણી લડવા ઉમેદવારી કરી છે. જેમાં કોંગ્રેસે વોર્ડનં.૧૧ અને ૧૨માં માસીયા બહેનોને મેદાનમાં ઉતારીને રાજકીય દાવ ખેલ્યો છે.

વઢવાણ નગરપાલિકાના સુધરાઇ સદસ્યોની ભાજપે ટિકિટ કાપી નાંખી છે. આથી ભાજપના ચાર સદસ્યો કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે વોર્ડનં.૧૧ અને ૧૨માં ભાજપ પક્ષમાં બળવાના બ્યુગલો ફુંકાયા છે. જેમાં ભરવાડ, રબારી સમાજને ટિકિટ ન મળતા ભારેલો અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ તકનો લાભ લેવા કોંગ્રેસે પુર્વ સદસ્યોના પરિવારને ટિકિટ આપીને બળતામાં દ્યી હોમ્યુ છે. બીજી તરફ વોર્ડનં.૧૧માં ભાજપે નિષ્ઠાવાન કાર્યકરો ને બદલે કોન્ટ્રાકટરોને આપતા કોંગ્રેસને મેદાનમાં ઉતારતા અસંતોષ જણાતા કોંગ્રેસ ગેલમાં છે. ત્યારે વોર્ડનં.૧૧ માંથી સેજલબેન રાજેન્દ્રસિંહ જાદવ અને વોર્ડનં૧૨માંથી ધર્મિષ્ઠાબેન રાયસંગભાઇ ડોડીયા બંન્ને માસીયા બહેનોને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. આથી આ બે બહેનોએ એક સાથે જ ઉમેદવારી પત્ર ભર્યા હતા. જેમાં મહિલા બેઠકો પર ભાજપને ટક્કર ઉભી થતા રાજકિય ચિત્ર ખરાખરીના જંગનું ઉભુ થયુ છે.

(1:06 pm IST)
  • હવે યમુના નદીને કલીન કરીશુ : આપ : કોરોનાનું માથું ભાંગ્યા પછી : પાટનગરમાં શાસન કરી રહેલ કેજરીવાલ સરકારના આરોગ્ય મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે દિલ્હીમાં કોરોનાને પરાજય આપ્યા બાદ હવે આગામી ૩ વર્ષમાં દિલ્હી સરકારનું ધ્યેય યમુના નદીને 'કલીન' કરવાનું રહેશે. access_time 2:52 pm IST

  • ક્રૂડ તેલના ભાવો ૧૩ મહિનાની સર્વોચ્ચ સપાટીએ : કોરોનાની અસર ઘટવા લાગતા ઈકોનોમી રીકવર થવાની આશાએ ક્રૂડના ભાવો હજુ વધી શકે છે : ભાવોની તેજીને લીધે ઘરઆંગણે પેટ્રોલ - ડિઝલના ભાવો ૯૦ થી ૧૦૦ રૂ. જેવા અભૂતપૂર્વ થઈ ગયા છે. access_time 2:53 pm IST

  • ટૂલકિટ કેસમાં શાંતનુ મુલુકના આગોતરા મંજુર: ટૂલકિટ કેસ: બોમ્બે હાઇકોર્ટે શાંતનુ મુલુકને ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા; નિકિતા જૈકબની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી access_time 12:43 am IST