Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

મધ્યપ્રદેશ બસ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને પૂ. મોરારીબાપુ દ્વારા સહાય અર્પણ

રાજકોટ,તા. ૧૭: જીવનની અનિશ્ચિતતાઓનો વધુ એક તાજો દાખલો એટલે ગઈકાલે મધ્યપ્રદેશમાં ઘટેલી બસ દુર્ઘટના. અખબારી હેવાલો અનુસાર ગઈકાલે મધ્યપ્રદેશના સીધી નજીક એક પ્રવાસી બસ નહેરમાં પડી જતા કરુણાંતિકા સર્જાઈ છે. આ દુઃખદ ઘટનામાં ૪૮ લોકોએ પોતાનો પ્રાણ ગુમાવ્યો છે.

શ્રી હનુમાજીની સાંત્વના રૂપે આ તમામ મૃતકોના પરિવારજનોને રૂ. ૫ હજારની તત્કાલ સહાયતા રાશિ પૂજય મોરારીબાપુએ મોકલવા જણાવ્યું છે. આ સહાયતાની કુલ રૂપિયા રાશિ બે લાખ ચાલીસ હાજર થાય છે. મધ્યપ્રદેશ સ્થિત રામકથાના શ્રોતઓ દ્વારા આ રાશિ વિતરિત કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તામિલનાડુના વિરુદનગરમાં ફટાકડાના કારખાનામાં આગ લગતા ૧૭ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા તેમને પણ આ જ પ્રકારે સહાયતા પહોંચતી કરવામાં આવી રહી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજય બાપુએ પ્રાર્થના કરી તેમના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યકત કરી છે.

(1:04 pm IST)
  • વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠક નહીં મળે પાટીલનો લલકાર: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે વડોદરા ખાતે ધડાકો કરતા કહ્યું છે કે વડોદરામાં કોંગ્રેસને બે આંકડામાં પણ બેઠકો નહીં મળે. રાહુલ ગાંધીએ ગુજરાતનું અપમાન કર્યુ છે તે જનતા સહન નહિ કરે. access_time 12:45 am IST

  • અપડેટ : સુપ્રીમ કોર્ટના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે રાજદીપ સરદેસાઈ વિરુદ્ધ કોઈ પણ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી અને આ મામલે થયેલી ભૂલ ટૂંક સમયમાં સુધારી દેવામાં આવશે. access_time 12:21 am IST

  • એમ.જે. અકબરનો બદનક્ષીનો કેસ અદાલતે ફગાવી દીધો : પ્રિયા રામાણીને છોડી મૂકવા આદેશ : દિલ્હીની અદાલતે સુપ્રસિદ્ધ પત્રકાર એમ.જે. અકબરે મહિલા પત્રકાર પ્રિયા રામાણી વિરૂદ્ધ કરેલ બદનક્ષી કેસમાં પ્રિયા રામાણીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે : ન્યાયાધીશ રવિન્દ્રકુમાર પાંડેએ કહયુ હતું કે અકબર દ્વારા કરવામાં આવેલ ફરીયાદ પુરવાર થતી નથી અને એક મહિલાને દાયકાઓ પછી પણ પોતાને થયેલ અન્યાય અંગે રજૂઆત કરવા પૂરો અધિકાર છે : અદાલતે ભરચક્ક કોર્ટ રૂમમાં ચુકાદો આપતા કહેલ કે સ્વાભિમાનના હક્કની કિંમતે પ્રતિષ્ઠાના હક્કનું રક્ષણ કરી શકાય નહિં access_time 4:40 pm IST