Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પોરબંદર જિલ્લા સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ૧ર૪ બેઠકો ઉપર ૩૦૯ ઉમેદવારો મેદાનમાં

પોરબંદર-છાંયા પાલિકાના ૧૪૧ ઉમેદવારોઃ જિ.પં.માં ૪૯ તથા ત્રણેય તા.પં.માં ૧ર૮ ઉમેદવારો ચુંટણી જંગમાં ઉમેદારી ફોર્મ ખેચવાના છેલ્લા દિવસે કુલ ૬ ઉમેદારોએ ફોર્મ પાછા ખેંચ્યા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭ :  સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં પોરબંદર-છાંયા સંયુકત નગરપાલીકા, જીલ્લા પંચાયત તથા જિલ્લની ત્રણેય તાલુકા પંચાયતોની ૧ર૪ બેઠકો ઉપર કુલ ૩૦૯ ઉમેેદવારો મેદાનમાં છે. ઉમેદવારો ફોર્મ ખેચવાના છેલ્લા દિવસે કુલ ૬ ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યા હતા.

ચુંટણીમાં અમુક ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા છે પાલિકાની ચૂંટણીમાં ૧૪૧, જિલ્લા પંચાયતની ચુંટણીમાં ૪૦ અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧ર૮ ઉમેદવારો મેદાને છે. પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાની ચુંટણીમા કુલ ૧પ૧ ઉમેદવારો દ્વારા ૧પપ ફોર્મ ભરવામાં આવ્યા હતા જે પૈકી ૧૩ ફોર્મ અમાન્ય રહ્યા છે. જયારે એક ફોર્મ પરત ખેચ્યુંછે. તેથી ૧૪૧ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે ભાજ-કોંગ્રેસ તમામ ૧૩ વોર્ડમાં બાવન ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.આમ આદમી પાર્ટીએ ર૧, બહુજન સમાજ પાર્ટીએ ૧૧ તથા અપક્ષો પાંચ મળી કુલ ૧૪૧ ઉમેદવારો વચ્ચે ર૮મી ફેબ્રુઆરીના ચુંટણી જંગ યોજાશે.

જિલ્લા પંચાયતની ચુંટણીમાં કુલ ૪ર ફોર્મ ભરવામાં આવ્યા હતા જે પૈકી ૧ ફોર્મ અમાન્ય રહ્યું છે. અને એક ઉમેદવારે પોતાની દાવેદારી પરત ખેંચી છે તેથી કુલ ૪૦ ઉમેદવારો વચ્ચે જંગ યોજાશે જેમાં ભાજપ-કોંગ્રેસના ૧૮-૧૮, બસપાના ૩ અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારનો સમાવેશ થાય છે.

પોરબંદર તાલુકા પંચાયત માટે કુલ ૧૪૩ ઉમેેદવારોએ ફોર્મ ભર્યા હતા.૧૧ ફોર્મ અમાન્ય અને ચારે દાવેદારી પરત ખેંચી લેતા ૧ર૮ ઉમેદવારો વચ્ચે જંગ થશે. ભાજપ-કોંગ્રેસના પ૪-પ૪ ઉમેદવારો, આમ આદમી પાર્ટીના ૬, બહુજન સમાજ પાર્ટીના ૪ અને અપક્ષ ૧૦ સહિત કુલ ૧ર૮ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. કુતિયાણા તાલુકામાં ૩૩, રાણાવાવ તાલુકામાં ૪૧ અને પોરબંદર તાલુકામાં પ૪ ઉમેદવારો મેદાને છે.

પોરબંદર જિલ્લામાં સ્થાનિંક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા દિવસે ૬ ફોર્મ ખેંચાતા ૧૨૪ બેઠક પર  ૩૦૯ ઉમેદવારો ચૂંટણી લડશે.   

પોરબંદર જિલ્લામાંની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી પત્ર ખેંચવાના આખરી દ્વિસે ૬ ઉમેદવારે ફોર્મ પરત  ખેંચ્યા છે. જેમાં જિલ્લા પંચાયત માં એક રાણાવાવ તાલુકા પંચાયત માં બેં,કુતિયાણા તાલુકા પંચાયતમાં એક, પોરબંદર  તાલુકા પંચાયત માં એક અને પોરબંદર પાલિકામાંથી ૧ ફોર્મ ખેંચાયું છે.   

પોરબંદર જિલ્લા પંચાયતમાં ૧૮ બેઠક માટે ૪૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી એક ફોર્મ અમાન્ય અને એક કોર્મ  ખેંચવામાં આવતા ૪૦ ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં ભાજપના ૧૮, કોંગ્રેસના ૧૮ અને બસપાના ૩ તથા આમ આદમી  પાર્ટીનો એક ઉમેદવાર છે. પોરબંદર પાલિકા ની ૫૨ બેઠકો પર ૧૫૧ ઉમેદવારોએ ૧૫૫ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૧૩ ફોર્મ  અમાન્ય અને ૧ ફોર્મ પાછુ ખેંચાતા ૧૪૧ ઉમેદવાર ચૂંટણી લડશે. જેમાં ભાજપના ૫૨, કોંગ્રેસના ૫૨, બસપાના ૧, આપના ૧  અને ૫ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.   પોરબંદર તા.પં. ની ૨૨ બેઠક માટે ૫૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૧ અમાન્ય અને ૧ ફોર્ર્મ પરત ખેંચાતા ૫૪  ઉમેદવાર જેમાં ૨૨ ભાજપ,૨૨ કોંગ્રેસ,૨ બસપા,૩ અપક્ષ અને ૫ આપના ઉમેદવાર ચૂંટણી લડશે. કુતિયાણા તા.પં.ની ૧૬  બેઠક માટે ૪૨ ઉમેદવારોએ ફોર્ર્મ ભર્યા હતા. જેમાંથી ૧ પાછુ ખેંચતા અને ૮ ફોર્ર્મ અમાન્ય રહેતા ૩૩ ઉમેદવારોમાં  ભાજપ, કોગ્રેસના ૧૬-૧૬ ઉમેદવાર અને એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડશે. રાણાવાવ તા.પં. ની ૧૬ બેઠકમાં ૪૫ ઉમેદવાર  માંથી ૨ કોર્મ અમાન્ય અને ૨ ફોર્મ ખેંચાતા ૪૧ ઉમેદવાર જેમાં ભાજપ, કોગ્રેસના ૧૬-૧૬, બસપાના ૨, અપક્ષ ૬ અને આપ નો ૧ ઉમેદવાર ચૂંટણી લડશે.  કુલ ૧૨૪ બેઠક પર ૩૦૯ ઉમેદવારો ચૂંટણી લડશે.       

પોરબંદર જિલ્લા પંચાયતની ૬ દેગામ બેઠક પર બીએસપીના ઉમેદવાર જીવતીબેન જીવન સાદીયાએ, પોરબંદર પાલિકાના  વોર્ડ નં.૧૧ માં અપક્ષ ઉમેદવાર કારા જેઠા મકવાણાએ, પોરબંદર તા.પં. ની ૧૬ મિયાણી બેઠકમાં બીએસપીના ઉમેદવાર કારીબેન પૂંજાભાઇ સોલંકી, રાણાવાવ તા.પં. ની ૩ બાપોદર બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખીબેન રામાભાઇ  બાપોદરા અને ૬ બીલેશ્વર બેઠકમાં અપક્ષ ઉમેદવાર કાના પોલાભાઇ રાડા અને કુતિયાણા તા.પં. ની ૫ ઇશ્વરીયા બેઠકમાંથી અપક્ષ ઉમેદવાર વિજ્ય સવદાસ મોઢવાઢિયાએ ફોેર્મ પરત ખેંચ્યા છે.

(1:02 pm IST)