Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જસદણ માર્કેટીંગ યાર્ડમાં ૪,૪૭૫ કવીન્ટલ જણસોના જથ્થાની આવક સહિત રૂ. ૨ કરોડ ૭૫ લાખથી વધુનું ટર્નઓવર

૧૫૦ કવીન્ટલ ઘઉં, ૧૨૦૦ કવીન્ટલ મગફળી અને ૧૦૦૦ કવીન્ટલ બી.ટી.કપાસની આવક

રાજકોટ તા.૧૭: રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહયા છે.

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે દ્યઉં એન.પી. ટુકડા ૧૫૦ કવીન્ટલ,મગફળી જી-૨૦ ૧૨૦૦ કવીન્ટલ,બી.ટી. કપાસ ૧૦૦૦ કવીન્ટલ સહિત કુલ ૪૪૭૫ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક થયેલ છે તથા કુલ રૂપીયા ૨,૭૫,૮૫,૦૦૦ નું ટર્નઓવર થયું છે.  જેના વિવિધ જણસના લદ્યુત્ત્।મ ૨૦ કીલોના રૂ. ૨૦૦ થી મહત્ત્।મ રૂ. ૨૬૭૦ ઉપજયા હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રીની યાદીમાં જણાવાયું છે.

(1:02 pm IST)