Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ઉના પાલિકાની ર૧ બેઠકો ઉપર ભાજપ બિન હરીફ બાદ બાકીની ૧પ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસના પ૧ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ

ઉના તા.પં.માં ર ફોર્મ પરત ખેંચાતા ર૬ બેઠકોમાં ૬૦ ઉમેદવારો અને ઉનાની જિ.પં.ની ૪ બેઠકોમાં ૧૮ ઉમેદવારો ચુંટણી મેદાનમાં

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૭ : નગરપાલીકાની ૯ વોર્ડની ૩૬ બેઠકમાં ૮૪ ઉમેદવારો પૈકી ૩૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછા  ખેંચાતા ભા.જ.પ. પક્ષને ર૧ બેઠકો ઉપર બીનહરી વિજેતા થયા હવે ૧પ બેઠક ઉપર પ૧ ઉમેદવારો વચ્ચે ભા.જપ. કોંગ્રેસ વચ્ચે જંગ જામશે  જયારે અમુક બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે ઉના તા.પ.ની ર બેઠકો ઉપર ૬૦ ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે.

ઉના નગરપાલીકાના ૯ વોર્ડની ૩૬ બેઠકની સામાન્ય ચુંટણી જાહેર થતા ૮૦ ફોર્મ ભરાયા હતા ચકાસણી વખતે ૬ ઉમેદવારોનો ફોર્મ અમાન્ય રહેતા ૮૪ ઉમેદવારો ચૂંટણીમાં રહ્યા હતા ફોર્મ પાછા ખેચવાની તારીખે ઉનાના પૂર્વ ધારાસભ્ય અને નગરપાલીકાના પૂર્વ પ્રમુખ કાળુભાઇ સી.રાઠોડની સમજાવટ મહેનત રંગ લાવી હતી. જેમાં કોંગ્રેસ, આપ, સમાજવાદીપાર્ટી, અપક્ષે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ર૧ સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ વિજેતા થઇ હતી જેમાં બીનહરીફ થયેલ ભા.જ.પ.ના ઉમેદવારોમાં વોર્ડ નં.૧માં અસ્મીતાબનેમહેશભાઇ બાંભણીયા (ર) બિહાદ યુસુફભાઇ રિન્દ બ્લોચ (૩) સોનાબેન રામજીભાઇ વાજા (૪) મોહમદ સફીલ હનીફભાઇ ખાંડણીયા વોર્ડ ૩ (૧ બીનલબેન શાંતીભાઇ ચૌહાણ બાંભણીયા (ર) ઉષાબેન હિતેષભાઇ દુધાત (૩) વિજયભાઇ કાળુભાઇ રાઠોડ (૪) નિલેશભાઇ છગનભાઇ વાજા વોર્ડ નં.૬માં (૧) ચેતનાબેન ઘનશ્યામભાઇ જોષી (ર) રસીલાબેન કાનાભાઇ બાંભણીયા

વોર્ડ ૭ (૧) અલ્પેશભાઇ કાનજીભાઇ બાંભણીયા

વોર્ડ ૮માં બીનહરીફ વીજેતા ભા.જ.પ.(૧) દર્શનાબેન મયંકભાઇ જોષી(ર) સવિતાબેન રમેશભાઇ સોલંકી (૩) ચંદ્રેશકુમાર નવલભાઇ જોષી ઉર્ફે રાઘે સોલંકી (૪) મનોજભાઇ છગનભાઇ બાંભણીયા વોર્ડ ૮ હર્ષાબેન ભોળુભાઇ રાઠોડ (ર) ગીરીશભાઇ છગનભાઇ પરમાર (૩) રાજુભાઇરથી કિશોરભારથી ગૌસ્વામી (૪) જયાબેન બાબુભાઇ ડાભી, બિનહરીફ વિજેતા થયા છ.

ચુંટણીમાં બાકી રહેતી વોર્ડ નં. ર માં ૪ બેઠક ઉપર વોર્ડ નં.૩માં બે બેઠક ઉપર વોર્ડ ન.૪માં ૪ બેઠક ઉપર વોર્ડ નં. ૬માં બે બેઠક વોર્ડ નં.૭માં ૭ બેઠક ઉપર આમ કુલ ૧પ બેઠક ઉપર ચુંટણીમાં ભા.જ.પ. કોંગ્રેસ વચ્ચે જંગ જામશે.

ઉના તાલુકા પંચાયતની ર૭ બેઠક સામે ફોર્મ પાછા ખેંચાઇ ગયા પણ ર૬ બેઠક ઉપર ૬૦ ઉમેદવારો ચુંટણીના મેદાનમાં લડી રહ્યા છે.

ઉના તાલુકા પંચાયતની ર૬ બેઠકની સામાન્ય ચુંટણીમાં ફોર્મ ૭૮ ફોર્મ ભરાયા હતા ચકાસણી બાદ ૬ર ઉમેદવારો મેદાનમાં હતા ફોર્મ પાછા ખેચવાની તારીખે ગરાળ અનેમોટા દેસર બેઠક ઉપર એક એક ફોર્મ પાછા ખેંચાતા હવે ૬૦ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ઉના તાલુકા પંચાયત હસ્તકની ગીર સોમનાથ જીલ્લા પંચાયતની ૪ સીટ માટે ર૪ ફોર્મ ભરાયા હતા. ચકાસણી વખતે ડમી ઉમેદવારો ૪ ફોર્મ રદ થતા ર૦ ઉમેદવારો મેદાનમાં હતા ઉમેદવારી પાછા ખેચવાના દિવસે બે ફોર્મ પાછા ખેચાતા ૪ બેઠક સામે ૧૮ ઉમેદવારો જેમાં ૭ ભાજપ ૭ કોંગ્રેસ, અપક્ષ ૪ અપક્ષ ચુંટણી જંગમાં ઉભા રહ્યા છે. જીલ્લા પંચાયતની દેકાવાડા બેઠક ઉપર ૩, કોલ બેઠક ઉપર ૩ નવાબંદર બેઠક ઉપર ૪ ભાચા-ર, મેડાડેસર-ર શૈયલ રાજપરા ર, સતખડા ઉપર ર ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે.

(1:01 pm IST)