Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જામકંડોરણા તાલૂકા પંચાયતની ચૂંટણીમાં ત્રણ બેઠકો બીન હરીફ

જામકંડોરણા તાલૂકા પંચાયતની ચૂંટણીમાં બરડીયા, ચાવંડી, જશાપર સીટોના કાંેગ્રેસ સહિતના ઉમેદવારો એ ફોમ ખેંચી લેતા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ત્રણ બેઠકો બીન હરીફ જાહેર થઈ રહી છે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ભાજપના અગ્રણીઓ ગોવીંદભાઈ રાણપરીયા, તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભા ચૌહાણ, જામકંડોરણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર, જસમતભાઈ કોયાણી, ચીમનભાઈ પાનસુરીયા સહિતના અગ્રણીઓએ બીન હરીફ ઉમેદવારોને બિરદાવયા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર કિશોર રાઠોડ- ધોરાજી)

(1:00 pm IST)
  • કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે તેઓ રામ મંદિર માટે દાન નહીં આપે. તે જ સમયે, જેડીએસ નેતા અને ભૂતપૂર્વ સીએમ એચડી કુમારસ્વામીના નિવેદનથી વિશ્વ હિન્દુ પરિષદ ગુસ્સે ભરાયું છે : વિવાદિત નિવેદન આપતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, 'જો તેઓ મારી પાસે ભંડોળ માંગવા આવે તો હું કહીશ કે હું અયોધ્યાના "વિવાદિત" રામ મંદિર માટે દાન નહીં આપું. હું બીજે ક્યાંક પણ નિર્માણ પામનારા રામ મંદિર માટે દાન આપીશ. આ મામલો થાળે પડ્યો હોવા છતાં વિવાદ હંમેશા રહેશે જ!' access_time 12:20 am IST

  • બ્રહ્મમૂહૂર્તમાં બદ્રીનાથના કમાડ ૧૮મેએ ખુલશે : નરેન્દ્રનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથના કમાડ ૧૮મેના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ૪:૧૫ કલાકે ખોલવામાં આવશે. અભિષેક માટે ૨૯ એપ્રિલે નરેન્દ્રનગર રાજ દરબારમાં સુહાગીન મહિલાઓ દ્વારા તલનું તેલ પૂરવામાં આવશે access_time 11:17 am IST

  • ટૂલકિટ કેસમાં શાંતનુ મુલુકના આગોતરા મંજુર: ટૂલકિટ કેસ: બોમ્બે હાઇકોર્ટે શાંતનુ મુલુકને ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા; નિકિતા જૈકબની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી access_time 12:43 am IST