Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

લોધીકા તાલુકા પંચાયતની ૧૬ સીટમાં ૫૧ ઉમેદવારો તેમજ જીલ્લા પંચાયતની ૨ સીટમાં ૬ ઉમેદવારો મેદાનમાં

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૧૭: લોધીકા તાલુકા પંચાયત ની ૧૬ સિટમાં ભાજપ કોંગ્રેસ બસપા આપ તેમજ અપક્ષ સહીતના ૫૧ ઉમેદવારો મેદાનમાં છે.

જેમા ભાજપના ૧૬ ઉમેદવારો કોંગ્રેસના ૧૬ ઉમેદવારો તેમજ આમ આદમી પાર્ટી ના ૧૪ ઉમેદવારો બસપા ના ૨ તેમજ અપક્ષના ૩ ઉમેદવારો મેદાનમાં છે

 લોધીકા૧ જીલ્લા સિટમા ત્રીપાખીઓ જંગ ભાજપ કોંગ્રેસ બસપા તેમજ લોધીકા જીલ્લા પંચાયત પારડી ૨ સિટ ઉપર પણ ત્રીપાખીયો જંગ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત ચાદલી ચિભડા દેવગામ લોધીકા ૧ લોધીકા ૨ ખીરસરા નગરપીપળીયા સીટ ઉપર ત્રિપાખીયો જંગ તો મોટાવડા સિટ ઉપર ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે ટક્કર પારડી૧ મા ૬ ઉમેદવાર તો લોધીકા તાલુકા પંચાયતની પારડી ૨ સિટમા સૌવથી વધુ ૮ ઉમેદવારો મેદાનમાં મેટોડા સિટ ઉપર ભાજપ તેમજ કોંગ્રેસ ના ઉમેદવારો ઢોલરા સિટના ૩ માખાવડ સિટના ૩ હરીપર પાળ સિટના ૩ પાળ સિટના ૩ વાજડી વડ સિટ ૩ ઉમેદવારો મેદાનમાં રહેશેે તાલુકા પંચાયતની ૧૬ સિટના ૫૧ ઉમેદવારોનું તેમજ જીલ્લા પંચાયત ની ૨ સિટ ના ૬ ઉમેદવાર નુ ભાવિ ૨૮/૨/૨૦૨૧ના રોજ તાલુકાના ૪૩૫૨૮ મતદારો કરશે.

(12:59 pm IST)
  • ટૂલકિટ કેસમાં શાંતનુ મુલુકના આગોતરા મંજુર: ટૂલકિટ કેસ: બોમ્બે હાઇકોર્ટે શાંતનુ મુલુકને ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા; નિકિતા જૈકબની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી access_time 12:43 am IST

  • ભારતમાં ૨૪ કલાકમાં કુલ કોરોના કેસ ૧૧,૦૦૦ નોંધાયા જ્યારે જ્યારે કેરળમાં પાંચ હજાર અને મહારાષ્ટ્રમાં ૩૬૦૦ કેસ નોંધાયા: દેશમાં કુલ કોરોના કેસના ૭૫ ટકા કેસો આ બે રાજ્યોમાં નોંધાયા છે access_time 12:35 pm IST

  • અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર : જે આ મુજબ છે : વિરાટ, રોહિત, મયંક, ગીલ, પૂજારા, રહાણે, રાહુલ, હાર્દિક, પંત, સહા, અશ્વિન, કુલદીપ, અક્ષર, સુંદર, ઈશાંત, બુમરાહ, સિરાજ, ઉમેશ યાદવ પણ ટીમ સાથે જોડાશે. access_time 4:19 pm IST