Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જામનગરમાં માનસીક બિમારીથી કંટાળી વૃઘ્ધે ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: અહીં શંકર ટેકરી વલ્લભનગરમાં રહેતા કમલેશભાઈ ઉ.વ.૪પ, એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર જેન્તીભાઈ ચનાભાઈ કબીરા, ઉ.વ.૬પ, રે. શંકરટેકરી, વલ્લ્ભનગર, વાલ્મીકીવાસ, જામનગરવાળા છેલ્લા ત્રણ–ચાર મહિનાથી માનસીક બિમારી હોય જેના કારણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જતા મરણ થયેલ છે.

મહીકીમાં જુગાર રમતા છ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પોલાભાઈ દેવાભાઈ આડેદરા એ ફરીયાદ નોંધાવી છે કે, મહીકી ગામના પુલ પાસે આવેલ નદીના વોકળામાં જાહેરમાં આ કામના આરોપીઓ ચંદુભાઈ કારાભાઈ સાથલપરા, મુકેશભાઈ ચનાભાઈ રાઠોડ, લાલાભાઈ રવજીભાઈ શિહોરા, જેઠાભાઈ પોલાભાઈ ડોડવાડીયા, દાનાભાઈ લખમણભાઈ મોરી, ભગવાનજીભાઈ લાખાભાઈ પરમાર એ ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧૪૯૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વિશાલ હોટલ પાસેથી દારૂ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રૂષીરાજસિંહ લાલુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વિશાલ હોટલ પાસે, જાહેર રોડ ઉપર આરોપી ચેતન નટવરલાલ પરમાર, મનોજભાઈ કિશનલાલ ભટ્ટ, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ઈન્દીરા કોલોની પાસે દારૂ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, ઈન્દીરા કોલોની, સિઘ્ધનાથ પાન પાસે, જામનગરમાં આરોપી વિશાલ ઉર્ફે ભવાન હિતેશભાઈ સોલંકી, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૩, કિંમત રૂ.૧,પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

રહેણાક મકાન માંથી છ બોટલ દારૂ સાથે ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, ખોજાનાકા બહાર સંધી જમાતખાના પાસે આરોપી આફ્રીદી ઉર્ફે સુલતાન અજીતભાઈ કરીમભાઈ શેખ, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૬, કિંમત રૂ.૩૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ પુરો પાડનાર આરોપી આબીદ યુનુશભાઈ બ્લોચ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કિશાન ચોકમાં દારૂ સાથે ઝડપાયો : એક ફરાર

જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વિરાણી એ ફરીયાદ નોંધાવી છે કે, કિશાન ચોક, મકરાણી કબ્રસ્તાન પાસે આરોપી શાહજહા ઉર્ફે દંતો યુનુસભાઈ નુરમામદભાઈ બ્લોચ, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૬, કિંમત રૂ.૩૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ પુરો પાડનાર આરોપી આબીદ યુનુશભાઈ બ્લોચ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફોરવ્હીલ ચાલક મહિલાએ રીક્ષાને હડફેટે લેતા ઈજા

પંચ એ પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણભાઈ હઠાભાઈ સરસીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી લક્ષ્મણભાઈ પોતાની સી.એન.જી. રીક્ષા જેના નં. જી.જે.–૧૦–ટી.ડબલ્યુ– ર૭ર૪ માં ત્રણ પેસેન્જર સાથે જામનગરથી થાવરીયા જતા ઠેબા  ગામ કુદરત કોમ્પ્લેક્ષ પાસે પહોંચતા આરોપી આઈ–ર૦ ફોરવ્હીલ કાર ચાલક(સ્ત્રી) એ પોતાની ફોરવ્હીલ પુર ઝડપે બેફીકરાઈથી ચલાવી ફરીયાદી લક્ષ્મણભાઈ તથા અન્ય સાહેદોની રીક્ષાને હડફેટે લઈ રીક્ષા પલ્ટી મરાવી પોતાની ફોરવ્હીલ મુકી નાશી જઈ ફરીયાદી લક્ષ્મણભાઈ તથા સાહેદોને માથામાં તથા શરીરે ઈંજા કરી ગુનો કરેલ છે.

(12:59 pm IST)