Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ધ્રોલ જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયમાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમની ઉજવણી

 ધ્રોલ : જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેવા કે શપથવિધિ, ચિત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ સિગ્નચેર કેમ્પેઇન વગેરેનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થીની બહેનોએ  ભાગ લીધેલ. શાળાનો તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તથા  કેમ્પસમાં ચાલતી ઉમિયાજી મહિલા કોલેજના ૨૭૮ જેટલા વિદ્યાર્થીઓએ ''હું મતદાન અવશ્ય કરીશ'' જેવા શપથ લીધા.શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોએ ''હું મતદાન અવશ્ય કરાવીશ'' તેવા શપથ લીધા. જામનગર જીલ્લાના જુદા જુદા  ગામમાંથી આવતા વાલીઓએ સિગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમમાં ભાગ લીધો.  મતદાર જાગૃતિ વિષેના સ્લોગન ,ચિત્રો ,મહેંદી અને રંગોળીનાં ફોટા બ્લેકબોર્ડમાં લગાવીને શાળાના શિક્ષિકા બહેનો ગડારા ગીતાબેન ,ગામીત હીનાબેન અને બોડા જ્યોત્સનાબેન દ્વારા સુશોભિત કરવામાં આવેલ.ભાગ લેનાર અને નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનોને વિદ્યાર્થી વસ્તુ ભંડાર તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરેલ.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં આચાર્ય વિજયાબેન એ. છત્રોલાના માર્ગદર્શન હેઠળ વાંક રીટાબેન અને છૈયા મીનાબેને કરેલ.

(12:54 pm IST)
  • સગીર બાળા ઉપર બળાત્કાર બદલ જેલવાસ ભોગવી રહેલા આશારામ બાપુની તબિયત લથડી : ગઈકાલ મંગળવારે રાત્રે જોધપુર હોસ્પિટલમાં દાખલ કરાયા : હોસ્પિટલ બહાર સમર્થકોની ભીડ access_time 11:42 am IST

  • કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે તેઓ રામ મંદિર માટે દાન નહીં આપે. તે જ સમયે, જેડીએસ નેતા અને ભૂતપૂર્વ સીએમ એચડી કુમારસ્વામીના નિવેદનથી વિશ્વ હિન્દુ પરિષદ ગુસ્સે ભરાયું છે : વિવાદિત નિવેદન આપતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, 'જો તેઓ મારી પાસે ભંડોળ માંગવા આવે તો હું કહીશ કે હું અયોધ્યાના "વિવાદિત" રામ મંદિર માટે દાન નહીં આપું. હું બીજે ક્યાંક પણ નિર્માણ પામનારા રામ મંદિર માટે દાન આપીશ. આ મામલો થાળે પડ્યો હોવા છતાં વિવાદ હંમેશા રહેશે જ!' access_time 12:20 am IST

  • દક્ષિણ કોરિયાની ગુપ્તચર સેવાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયન હેકરોએ કોરોના વાયરસ રસી અને સારવારથી સંબંધિત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે દક્ષિણ કોરિયાના એક સાંસદે દાવાને નકારી દીધો હતો, જે મુજબ રસી ઉત્પાદક ફાઈઝર કંપની હેકરોના નિશાના પર હતી. access_time 12:20 am IST