Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જામનગરમાં ફાયરીંગની ઘટનામાં શાર્પશૂટર પંકજકુમાર યુપીમાંથી ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ :. જામનગર ફાયરીંગની ઘટનાનો શાર્પશૂટર યુપીમાંથી ઝડપાયો છે. સૂત્રોમાંથી માહિતી મળ્યા મુજબ જામનગરમાં થોડા સમય પહેલા યુવા પાર્કમાં ફાયરીંગની ઘટના અને તેનો શાર્પશૂટર પંકજકુમાર યુપીમાં ઝડપાયો છે. યુપી પોલીસે જામનગર પોલીસને કબ્જો આપ્યો છે, જામનગર પોલીસ શાર્પશૂટર પંકજકુમારનો કબ્જો લઈ જામનગર આવવા રવાના થઈ છે.

(12:51 pm IST)
  • કાલે રેલ રોકો આંદોલનને સમર્થન : પંજાબમાં હવે કિશાન પંચાયતો નહિં યોજાય ૩૨ જથ્થાબંધ માર્કેટ દ્વારા નિર્ણય : સોનીપત : પંજાબની ૩૨ જથ્થાબંધ ખેડૂત માર્કેટ દ્વારા મંગળવારે યોજાયેલ બેઠકમાં હવે પછી કોઈ ખેડૂત પંચાયતો નહિં મળે : માત્ર સંયુકત કિશાન મોરચો દિશા - નિર્દેશ આપે ત્યારે જ પંચાયત બોલાવાશે : કુંડલી સહિત દિલ્હી અને અન્ય સરહદો પર ચાલી રહેલ કિશાન આંદોલનને વેગ આપવાનો નિર્ણય પણ લેવાયો હતો : કાલે ૪ કલાકનું ‘રેલ રોકો’ યોજાયુ છે તેને સમર્થન આપવા ચર્ચા થયેલ. access_time 11:15 am IST

  • ક્રૂડ તેલના ભાવો ૧૩ મહિનાની સર્વોચ્ચ સપાટીએ : કોરોનાની અસર ઘટવા લાગતા ઈકોનોમી રીકવર થવાની આશાએ ક્રૂડના ભાવો હજુ વધી શકે છે : ભાવોની તેજીને લીધે ઘરઆંગણે પેટ્રોલ - ડિઝલના ભાવો ૯૦ થી ૧૦૦ રૂ. જેવા અભૂતપૂર્વ થઈ ગયા છે. access_time 2:53 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :મૃત્યુઆંક 1.56 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,418 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,49,546 થઇ :એક્ટિવ કેસ 1,34,244 થયા: વધુ 11,750 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,54,706 થયા :વધુ 89 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,038 થયા access_time 1:02 am IST