Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ટંકારાના મેધપર ઝાલા ગામની સીમમાંથી ચાઇના કલેમાટીમાં સાડા પાંચ લાખનો દારૂ ઝડપાયો : ટ્રકમાં છુપાવેલ

મોરબી, તા. ૧૭ : મોરબી એ સિરામિક હબ છે જેથી સિરામિકમાં વપરાતી ચાઈના કલે માટી ઠગલા બંધ ટ્રકમાં ભરીને લઇ આવવામાં આવે છે ત્યારે બુટલેગરોએ નવો નુસકો અપનાવીને ચાઈના કલે માટીના ટ્રકમાં વિદેશી દારૂ વેચાણ કરવાના ઈરાદે મગાવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી આઈ વી બી જાડેજાની સુચાનાથી પી એસ આઈ એન બી ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પુર્થ્વીરાજસિંહ જાડેજા,સહદેવસિંહ જાડેજા અને વિક્રમભાઈ ફૂગસીયાને બાતમી મળેલ કે મેધપર ઝાલા ગામ થી બંગાવડી જતા કાચા રસ્તે સીમમાં ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ અમરસંગ ઝાલા રહે-બંને મેધપર ઝાલા તથા યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા રહે-ખીડોઈ કચ્છ વાળાએ પરપ્રાંતમાંથી ટ્રક આર જે ૨૧ જીએ ૨૫૭૭ વાળીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા મંગાવી જથ્થો ઉતારનાર હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૮૦ કીમત રૂ.૫,૬૪,૦૦૦, મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ તથા ટ્રક આર જે ૨૧ જીએ ૨૫૭૭ કીમત રૂ.૧૦,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૫,૬૯,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી સંતકુમાર રામુરામ બીશ્રનોઈ રહે-પોલાસ વિશનોઈયાન રાજસ્થાન વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

તો એલસીબી ટીમની વધુ તપાસમાં બલદેવરામ ચૌધરી રહે-ડાબરાનું થાણું રાજસ્થાન, ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા રહે-મેધપર ઝાલા, રવિરાજસિંહ અમરસંગ ઝાલા રહે-મેધપર ઝાલા અને યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા રહે- ખેડોઈ કચ્છ નું નામ ખુલતા પોલીસે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઈ મૈયડ, સહદેવસિંહ જાડેજા, ચંદ્રકાંતભાઈ વામજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસિયા, ભગીરથસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, રણજીતસિંહ જાડેજા, સતીશભાઈ કાંજીયા સહિતની ટીમે કરેલ છે.

(11:23 am IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,573 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,37,106 થઇ :એક્ટિવ કેસ 1,33,702 થયા: વધુ 11,794 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06, 42, 903 થયા :વધુ 99 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,949 થયા access_time 1:02 am IST

  • ક્રૂડ તેલના ભાવો ૧૩ મહિનાની સર્વોચ્ચ સપાટીએ : કોરોનાની અસર ઘટવા લાગતા ઈકોનોમી રીકવર થવાની આશાએ ક્રૂડના ભાવો હજુ વધી શકે છે : ભાવોની તેજીને લીધે ઘરઆંગણે પેટ્રોલ - ડિઝલના ભાવો ૯૦ થી ૧૦૦ રૂ. જેવા અભૂતપૂર્વ થઈ ગયા છે. access_time 2:53 pm IST

  • ટુલકિટ કેસ શાંતનું બાદ નિકિતાને પણ રાહતઃ બોમ્બે હાઇકોર્ટે આપ્યા ટ્રાન્ઝિટ જામીનઃ ત્રણ દિવસ માટે સ્ટે access_time 4:19 pm IST