Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કચ્છમાં ૧ જિ.પં., ૧૦ તા.પં., ૫ ન.પા.ની કુલ ૪૪૦ બેઠકો માટે ૧૧૩૧ ઉમેદવારો વચ્ચે જંગ

ચૂંટણી પૂર્વે ભારે ઉત્તેજના : સાંસદ વિનોદ ચાવડાને કોરોના થતાં ચિંતા : કોંગ્રેસ - ભાજપ - સ.પા. અને આપના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે કચ્છમાં ઉમેદવારો વચ્ચેનું પિકચર કલીયર થઈ ગયું છે. હવે, કચ્છમાં ૧ જિ.પં., ૧૦ તા.પ. અને ૫ ન.પા. ની ચુંટણી માટે કુલ ૪૪૦ બેઠકમાં ૧૧૩૧ ઉમેદવારોની વચ્ચે ચુંટણી જંગ ખેલાશે.

વધુ વિગતવાર આંકડાકીય માહિતીની વાત કરીએ તો, જિ.પં.માં કુલ ૪૦ બેઠક માટે ૧૦૪ ઉમેદવારો મેદાનમાં છે. જયારે ૧૦ તા.પ. ની કુલ ૨૦૪ બેઠક માટે ૪૯૨ ઉમેદવારો મેદાનમાં છે. તો, ૫ નગરપાલીકાઓમાં ૪૯ વોર્ડમાં ૧૯૬ બેઠક માટે ૫૩૫ ઉમેદવારો મેદાનમાં છે.  રાજકીય પાર્ટીની વાત કરીએ તો, કોંગ્રેસ, ભાજપ ઉપરાંત સ.પા. અને આપના ઉમેદવારો સાથે અપક્ષ ઉમેદવારો પણ ચુંટણી મેદાનમાં છે. જોકે, સાંસદ વિનોદ ચાવડાને કોરોના થતાં લોકોમાં ચિંતાનો માહોલ છે.

(10:20 am IST)