Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભુજ મહિલા કોલેજ પ્રકરણમાં આચાર્યા સહિત ચારેય મહિલાઓની ધરપકડઃ માસિક ધર્મ અંગેના નિયમો બદલાશેઃ મહિલા આયોગની પોલીસ સાથે બેઠક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૭: ભુજની સહજાનંદ મહિલા કોલેજ પ્રકરણમાં મહિલા આયોગે તપાસમાં ઝુકાવ્યા બાદ કડકાઈપૂર્વક કામગીરી આગળ વધી રહી છે. આજે એકબાજુ રાષ્ટ્રીય મહિલા આયોગના રાજુલ દેસાઈએ આઈજી સુભાષ ત્રિવેદી, ડીએસપી સૌરભ તોલંબિયા સાથે બેઠક યોજી હતી.

બીજી બાજુ ભુજ એ ડિવિઝન પોલીસે આ પ્રકરણમાં યુવતીઓના માસિક ધર્મની તપાસ દરમ્યાન તેમની રાઈટ ટુ પ્રાઈવસીનો ભંગ કરી તેમના ગૌરવને ઠેસ પહોંચાડનાર આચાર્યા રીટાબેન, હોસ્ટેલ સુપ્રી. રમીલાબેન, કો ઓર્ડિ. અનિતાબેન, પટાવાળા નયનાબેનની ધરપકડ કરી છે.

દરમ્યાન ભુજની સહજાનંદ કોલેજના સતાવાળાઓએ પોલીસ સમક્ષ મહિલા આયોગને ખાત્રી આપી છે કે, મહિલાઓના ગૌરવને ઠેસ પહોચાડતા નિયમો બદલવામાં આવશે.

(3:33 pm IST)