Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મુંબઇ સ્થિત પતિએ અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી લેતા દ્વારકાની પરિણિતા દ્વારા ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ :.. ઓખામાં નવીનગરી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે રહેતી આરતીબેન કેતનભાઇ વિઠ્ઠલાણી (ઉ.૩૪) ની લોહાણા પરિણિતાએ ખંભાળીયા મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવયું છે કે, તેમના લગ્ન થયા ને બે - ત્રણ વર્ષ સારી રીતે સાસરીયાઓએ રાખી હતી. દિયર જતિનના લગ્ન થયા બાદ મને ઘર કામ અને દહેજ બાબતે સાસરીયાઓ મેણાં ટોણાં મારી દુઃખ  ત્રાસ આપતા હતાં. સસરા મહેન્દ્રભાઇ મોરારજીભાઇ વિઠલાણી, સાસુ અનસુયાબેન, દિયર જતીનભાઇ, દેરાણી જાનવીબેન જતિનભાઇ બધા મારા પતિ કેતનભઇને કાન ભંભરણી કરી મને માર ખવડાવતાં હતાં આથી મારા પતિ સાથે મુંબઇ રહેવા ગઇ હતી. પરંતુ પતિએ પણ ઘરકામ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપી મને એકલી મુકી કોઇ અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી લીધા હતાં. ફરીયાદના આધારે પોલીસે પતિ સહિત સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ. વી. કે. પોસ્તરીયા ચલાવી રહ્યા છે.

(3:32 pm IST)