Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મુળીના ગઢાદ ગામે મકાનના વંડામાં ટ્રેકટરની ટ્રોલીમાં છુપાવેલ સાડાત્રણ લાખનો દારૂ પકડાયો

વઢવાણ તા.૧૭: પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી-જુગારની બદી સંપૂર્ણ પણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા ડી.એમ.ઢોલ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરનાઓને સુચના આપેલ હોય જે અન્વયે હકીકત મેળવેલ કે, જયેન્દ્રસિંહ કીરીટસિંહ પરમાર રહે. ગઢાદ તા.મુળી વાળો દારૂનો જથ્થો લઇ મકાનની પાસે આવેલ વંડામાં સંતાડી રાખેલ છે. જે રેઇડ કરતાા આરોપીના રહેણાંક મકાનના વંડામાં ટ્રેકટરની ટ્રોલીમાં ગે.કા.રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હિસ્કી ૭પ૦ મીલી સીલબંધ બોટલો બોટલો નંગ-૧૧પ૭ કિ. રૂ.૩,૪૭,૧૦૦-/ તથા મહિન્દ્ર ટ્રેકટર નં. જી.જે.૧૩ ઇઇ ૩૩૭૭ કી. રૂ.૩,૦૦,૦૦/- તથા નંબર પ્લેટ વગરની ટ્રોલી કિ. રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૦૭,ઢ૭,૧૦૦/- ના મુદામાલ રાખી આરોપી હાજર મળી નહી આવતા તમામ મુદામાલ કબ્જે કરી મુળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વી.આર.જાડેજા, એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ દીલાવરસિંહ તથા વાજસુરભા લભુભા તથા પો.હેડકોન્સ. જુવાનસિંહ મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.કોન્સ. સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂદ્ધસિંહ અભેસંગભાઇ તથા અશ્વિનભાઇ ઠાકરણભાઇ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા ચમનલાલ જશરાજભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથાએ પ્રોહ.બીશનનો સફળ કવોલીટી  કેસ શોધી કાઢેલ છે.

(1:05 pm IST)