Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

દેવભૂમિ દ્વારકા જિ.ની વિકાસ સંકલન સમિતિની બેઠક સાંસદ માડમના અધ્યક્ષપદે સંપન્ન

દેવભુમિ દ્વારકા તા.૧૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક ચેરપર્સન અને સાંસદશ્રી પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને મળી હતી. 

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.પી. વાઘેલાએ ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીના મુદાઓનું વાંચન કર્યું હતું. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાલ અંત્યોદય યોજના, નેશનલ સોશ્યલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી –દરેકને ઘર), સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ), નેશનલ રૂરલ ડ્રીન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ઇન્ટીગ્રેટેડ વોટર શેડ મેનેજમેન્ટ, ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઇઝેશન,  દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જયોતિ યોજના, શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન-નેશનલ રૂર્બન મિશન, નેશનલ હેરીટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલ મિશન ફોર રીજુવીનેસન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, ઉજવલ ડિસ્કોમ એસ્યોરન્સ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના,  નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવપમેન્ટ સ્કીમ, મીડ ડે મીલ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજવલા યોજના, એલપીજી કનેકશન ટુ બીપીએલ ફેમિલીઝ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની માહિતી આપી હતી.

સાંસદસભ્ય પુમનબેને દિશા બેઠકના જુદા જુદા મુદાઓ વિશે લગત કચેરી/ વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી સુચનો કરી જણાવ્યું હતું કે લોક ભાગીદારીથી લોકોને ઇન્વોલ કરી કામો કરવામાં આવશે તો લોકો ઉત્સાહ પુર્વક ભાગ લઇ પુરે પુરો સપોર્ટ કરશે.

સાંસદ માડમે સ્વચ્છ ભારત મિશન યોજના અન્વયે તમામ ચીફ ઓફીસરશ્રીઓને સફાઇ માટે ખાસ તાકિદ કરી હતી. તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અન્વયે જિલ્લાના તમામ ગામોમાં જાહેર સ્વચ્છતા માટે સામુહિક સૌચાલય, રાત્રી સફાઇ કોમર્શીયલ પ્લેસીસ, મહત્વના વિસ્તારો તથા મેઇન રોડ ઉપર રાત્રી સફાઇ કરવવા તેમજ સરપ્રાઇઝ વિઝિટ કરવા જણાવ્યું હતું.   

કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ પણ દિશા બેઠક અન્વયે જુદા જુદા મુદાઓ અંગે લગત ખાતા/ કચેરીઓના અધિકારીશ્રીઓને સોંપયેલ કામો તેમજ લક્ષ્યાંકો સમયસર પુર્ણ કરવા જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ  પી.એસ. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેકટર કે.બી.જાની, રેલ્વેના અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખો, આગેવાનો, ચીફ ઓફીસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(1:03 pm IST)