Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સુરેન્દ્રનગરના મફતીયાપરા વિસ્તારમાં ૮ કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઇ

વઢવાણ તા. ૧૭ :  જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી સીટી પીઆઈ એ.એચ.ગોરી સહિત પીએસઆઈ એમ.ટી.વાણંદ સહિત સ્ટાફના ધનરાજસિંહ સહિતનાઓએ બાતમીના આધારે એ ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. જેમાં બાતમીના આધારે પાંચ હનુમાન પાસે મફતીયા પરા વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજો રાખી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની હકિકતના આધારે રેઈડ કરી હતી.

જેમાં રહેણાંક મકાનમાંથી નિલુબેન અબ્દુલભાઈ સૈયદને ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૮.૨ કિલો કિંમત રૂ.૪૯,૩૧૪ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર પ્રતિબંધિત અફીણ અને ગાંજાનો જથ્થો તેમજ તેનું વાવેતર સાથે મહિલાઓ સહિત શખ્સોને ઝડપી પાડવાના બનાવો બની ચુકયાં છે ત્યારે રહેણાંક મકાનમાંથી મહિલાને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(1:02 pm IST)