Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભાણવડમાં માતૃ-પિતૃ પુજન તથા વ્યસનમુકિત નાટક

 ભાણવડઃ સરકારી તાલુકા શાળા નં.૩ કન્યા શાળા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે વાલી મિટીંગ તેમજ માતૃ-પિતૃ પુજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૯૦ ટકા વાલીઓએ હાજરી આપી હતી.  સરકારી તાલુકા શાળા નં.૩ કન્યા શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા માતૃ-પિતૃ પુજન દિવસ મનાવીને આપણી સંસ્કૃતિ અને સંસ્કારોથી બાળકોને અવગત કરાવવામાં આવેલ. શાળની બાળાઓ દ્વારા વ્યસનમુકિત, કુપોષણ જેવા વિષયો પર નાટયાત્મક કૃતિઓ તેમજ સાંસ્કૃતિક અને સામાજીક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવેલ હતા તેમજ બાળાઓના ગૃપ બનાવી કવીઝ કોન્ટેસ્ટ પણ યોજવામાં આવી હતી. બાળાઓ દ્વારા વર્ષ દરમ્યાન અભ્યાસ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવી હતી. શાળાની વિવિધ રચનાત્મક કામગીરી દરમ્યાન વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ કૃતિઓની પ્રદર્શની પણ વાલીઓ માટે રાખવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સીપાલ શંકરસિંહ બારીયા દ્વારા કરવામાં આવેલ. માતૃ-પિતૃ પુજન તથા વ્યસનમુકિત કુપોષણ નાટક યોજાયા તે તસ્વીર

(11:44 am IST)