Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માળીયા મિંયાણાના વાઘરવા ગામે લગ્નમાં સરાજાહેર ફાયરીંગ અંગે તપાસના આદેશ

તસ્વીરમાં સરાજાહેર ફાયરીંગ કરાયું હતું તે નજરે પડે છે (તસ્વીરઃ રજાક બુખારી માળીયામિંયાણા)

માળીયામિંયાણા, તા. ૧૩ : માળીયામિંયાણાના વાધરવા ગામે લગ્નપ્રસંગમાં સરાજાહેર ફાયરીંગ ની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ એસ.પી.એ. તપાસના હુકમો કરતા તપાસ શરૂ કરાઇ છે.

મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના વાધરવા ગામે લગ્નના વરઘોડામાં જાહેરામાં દ્યડાદ્યડ ફાયરીંગનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે અને આ વિડિયો માળીયા મિયાણા તાલુકાના વાદ્યરવા ગામે લગ્ન પ્રસંગ દરમ્યાન કરવામાં આવેલા ફાયરીંગનો હોવાનું સામે આવ્યુ છે જેમા ૬ થી ૭ ઇસમો દ્વારા જુદા જુદા હથિયારોમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું છે અને સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં વરરાજા દ્વારા પણ ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ વધુમાં મળી રહેલી માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગમાં ફુલેકા અને ફેરા વખતે હવામાં ફાયરીંગ કર્યું છે જેથી જીલ્લામાં કાયદો વ્યવસ્થાના ધજાગરા થયા હોય તેવો ઘાટ સર્જાયો છે ફાયરીંગ મામલે એસપીએ તપાસનો આદેશ આપતા માળીયા મિંયાણાના પીએસઆઇ જી.વી. વાણીયાએ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)