Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગોંડલના ભરૂડી ટોલનાકે ટોલ નહીં ભરવા ડખ્ખો કરી કર્મચારીને રીવોલ્વર બતાવી ધમકી અપાઈ

કાર ચાલક સહિત બે સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૭ :. ગોંડલના ભરૂડી ટોલનાકે ટોલ નહી ભરવા બાબતે કાર ચાલકે ટોલનાકાના કર્મચારી સાથે ડખ્ખો કરી રીવોલ્વર બતાવી ધમકી આપતા બે શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભરૂડી ટોલનાકે લેન નંબર ૦૦માં ટોલ નહીં ભરવા બાબતે લેન્ડરોવર કાર નં. જીજે ૦૩ કે એચ ૭૧૭૬ના ચાલકે ટોલના કર્મચારી સાથે માથાકુટ કરી કારમાંથી ઉતરી પિસ્તોલ કે રીવોલ્વર જેવુ હથીયાર કાઢી ટોલ કર્મચારીને બતાવી મારી નાખવામાં ધમકી આપી હતી અને આ ગુન્હામાં તેની સાથેના અન્ય શખ્સે પણ મદદગારી કરી હતી.

આ અંગે ટોલનાકાના કર્મચારી રવિકુમાર મારવાડીએ કાર ચાલક સહિત બે સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરતા પીએસઆઈ એ.વી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)