Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માણાવદરમાં પ્લાસ્ટીક પ્રતિબંધ છતાં શહેરમાં બેધડક વપરાશથી ગંદકી

માણાવદર, તા. ૧૭ : માણાવદર પાલિકા દ્વારા ચોપાનીયા છપાવી પ્લાસ્ટીક ઝબલા તથા પ્લાસ્ટીકની ચામાં પ્યાલી (કપ) બંધ કરવા તથા પ્લાસ્ટીકના ગ્લાસ સહિત પ્રતિબંધ છે તેવી કથોળીમાંગરમા ગરમ ચા, શાક-દાળ બેફામ ઉપયોગથી આમ જનતાના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યાની આમજનતામાંથી ફરીયાદો ઉઠવા પામી છે.

ચા પ્લાસ્ટીક કપમાં પીવાથી, પ્લાસ્ટીક કોથળીમાં ગરમ ખાદ્ય વસ્તુઓ ભરવાથી તેમાંથી કેન્સર જેવા જીવલેણ રોગ થવા ભીતી રહે છે. છતાં પણ બેરોકટોક આવી પ્લાસ્ટીક ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હોવાની પ્રજાજનોમાંથી ફરીયાદ છે ત્યારે પાલિકાની કામગીરી કાગળ ઉપર સાબિત થઇ સરેઆમ લાપરવાહી પ્રજાજનો માટે ઘાતક બની છે.

ઠેરઠેર પ્લાસ્ટકીના કપ, ગ્લાસ, કોથળી, ઝબલાના ઢગલા માથાના દુખાવારૂપ છે. પર્યાવરણ પ્રજાના તથા પશુઓ સાથે જીવલેણ છે તે બંધ કરાવા લોક માંગણી ઉઠવા પામી છે.

(11:38 am IST)