Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

હરીપર પુલ પાસે 'હિટ એન્ડ રન' : ટ્રકે હડફેટે લેતા ભચાઉના રસુલભાઇનું મોત

ફોરવ્હીલમાં ટાયર બદલતી વખતે ટ્રકે ઠોકર મારી ભાગી ગયો : મુસ્લિમ યુવાને રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૭ : માળીયા - મિયાણાના હરીપર પાસે પુલ પર હિટ એન્ડ રનની ઘટનામાં ફોરવ્હીલમાં ટાયર બદલતી વખતે અજાણ્યા ટ્રકે મુસ્લિમ યુવાનને હડફેટે લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ કચ્છના ભચાઉમાં રહેતા રસુલભાઇ નુરમહંમદભાઇ ગાયા (ઉ.વ.૨૪) ગઇકાલે પોતાની ફોરવ્હીલ લઇને માળીયા મિંયાણાથી સુરજબારી જતા હતા ત્યારે હરીપર ગામ પાસે પુલ પર ફોરવ્હીલમાં પંચર પડતા તેનું ટાયર બદલતી વખતે અજાણ્યા ટ્રકના ચાલકે રસુલભાઇને હડફેટે લઇ નાશી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને રસુલભાઇને પેટના ભાગે ગંભીર ઇજા પામેલી હાલતમાં સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ જયસુખભાઇ હુંબલે પ્રાથમિક કાગળો કરી માળીયા મિંયાણા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:38 am IST)