Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગિરનારની ગોદમાં ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

નવનાથ ચોયાર્સી સિધ્ધ અને ૬૪ જોગણીના જયા બેસણા છે તેવા ગરવાગિરનારની ગિરીકંદરામાં પાંચ દિવસ હરહર મહાદેવના નાદ ગુંજશેઃ ૧૦૦ જેટલા ઉતારા અન્નક્ષેત્રોમાં ભોજન-ભજન ભકિતનો ત્રિવેણી સંગમઃ મેળાનુ મુખ્ય આકર્ષણ નાગાબાવાઓની રવેડી લાખો ભાવિકો ઉમટશે શુક્રવારે મધરાતે પુર્ણાહુતિઃ લોકવાયકા મુજબ અશ્વથામાગોપીચંદ ભરથરી, પરશુરામ વિભીષણ જેવા મહાપુરૂષો પધારતા હોવાથી માન્યતા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારી પુર્ણઃ પોલીસ તંત્ર દ્વારા અભેદ સુરક્ષા કવચ કલેકટર ડો. સૌરભ પારધી, ડીઆઇજીપી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભસિંઘ કમિશ્નર સુમેરાનુ સતત માર્ગશર્દન

જુનાગઢઃ ગીરનારની ગોદમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. સંતો અને મેયર સહિતના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

જુનાગઢ તા. ૧૭ : જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આજે સવારે ૯ કલાકે ભવનાથ મહાદેવ મંદિર ભગવાનનુ પુજન અર્ચન અને ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો વિધીવત પ્રારંભ થયો છે.

આ ધ્વજા રોહણના કાર્યક્રમમાં પુ.હરીગીરીબાપુ, જયશ્રીકાનંદગીરીજી માતાજી, પુ. ભારતીબાપુ, પુ.ઇન્દ્રભારતી બાપુ, તનસુખગીરીબાપુ, મકુતાનંદબાપુ સહિતના સંતો તેમજ કલેકટર શ્રી સૌરભ પારધી, એસપી શ્રી સૌરભસિંઘ તેમજ મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા મેયર ધીરૂભાઇ ગોહેલ ડેમેયર હિમાસુ પંડયા ધારાસભ્ય ભીખાભાઇ જોષી સહિતની ઉપસ્થિતીમાં વિધિ વત પ્રારંભ  થયો હતો.

ભારતભરમાં પ્રાચીનતમ ઇતિહાસના જયા દર્શન થાય છે. જવા રાષ્ટ્રીય એકતા અખંડીતતા બિન સાંપ્રદાયકતનું અનેરૂ મહત્વ ધરાવતા સમગ્ર એશીયા ખંડનું ગીર અભીયારણસમાં ગાંડી ગીર ડાલા મથા સિંહની ડણક સંભળાઇ છે.

દેશની પ્રથમ જયોતિલીંગમાં પ્રથમ એવા સોમનાથ દાદા બીરાજમાન છે. ભકત કવિ નરસિંહ મહેતા અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ ભોમકા એવા સોરઠ પ્રદેશ કે જયા પર્વતોના પ્ર.પિતામહ સમો ગરવો ગઢ ગીરનાર કે વાદળો સાથે વાતો કરે છે. એવા તેત્રીસ કરોડ દેવી-દેવતાઓનો જયા વાસ છે.

નવનાથ પાવન ઉપર અને ચોરયાસી સિધ ચોસણ જોગણીઓના જયા બેસણા છે. તેવા ગીરનારની ગોદમાં શ્રી ભગવાન મહાદેવના સાનિધ્યમાં મહાવદ નોમને આજથી પાંચ દિવસ દરમિયાન મહાશિવારાત્રી મેળો ભરાશે.

ગુજરાત રાજય એટલે લોક સંસ્કૃતિનો વારસો ગુજરાતભરમાંં અસંખ્ય મેળાવો ભરાઇ છે.

દેશભરમાં મેળાનું અનેરૂ સ્થાન

સંતો મહંતો જતી સતી અને ઓલીયાઓની સોરઠધરા પરનાના મોટા અનેક મેળા ભરાય છેતેમાં સમગ્ર દેશમાં અદકેરૂ સ્થાન ધરાવતા બે મોટા મેળાઓ ભરાય છે. જેમાં એક મહાશિવરાત્રી મેળો અને બીજો માધવપુર ઘેડ ખાતે ઉજવાતો શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન સમો માધવરાયજી મેળો ગુજરાતની પ્રજાને યાદગાર સમા ત્રણ મેળા પાંચાળનીધરા એવા સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે ભરાતો તરણેતરનો મેળો માધવપુર ઘેડમાં ઉજવાતો માધવરાયજી  મેળો અને ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવાતો મહાશિવરાત્રી મેળો આ મેળા જેટુજ સ્થાગ ગિરનારની પરિક્રમા લઇ જાય શિવરાત્રી મેળો અને પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુ ઉમટી પડે છે. આ શિવરાત્રી મેળાને મીનીકુંભ સમાન ગણવામાં આવે છે.

ત્રણેય મેળાની માનવજીવન વય સાથે સરખામણી

ગુજરાત રાજયના અગત્યના આ ત્રણેય મેળા મેળાઓ માનવજીવન સાથે સંકળાયેલા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ભરાતો તરણેતરનો મેળો યુવા હૈયાઓને થનગનાટ કરતા યુવાનો  એકબીજાને મળવા માટે જીવન પસંદગીનો મેળો છે.

આ મેળામાં યુવક-યુવકતીઓ એકબીજાની પસંદગી કરી સ્નેહભર્યા કળશ ઢોળી જીવનપથ પર સાથે ચાલવાના કોલે બંધાય છે. આમ તરણેતરના મેળામાં બે યુવા હૈયા એકબીજાની પસંદગી કરે છે.

બીજો મેળો માધવપુરમાં ભરાય છે.

આ મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થાય છે. જ મેળામાં અગત્યનો પ્રસંગ છે. માધવપુરના મેળામાં માધવરાયજીના લગ્ન થાય છે. જેમાં મેળા દરમ્યાન મંડપારોપણ લગ્નગીતોની રમઝટ ભગવાન શ્રીકૃષ્ણની જાન જોડાય છે.

આમ આ મેળામાં બે આત્મા લગ્ન ગ્રંથીથી જોડાય છે.

આજે પણ આવિસ્તારમાં અને પંથકમાં લગ્નગ્રંથીથી જોડાયેલ નવદંપતીઓ માધવરાયજીના મંદિરે દર્શન કરવા આવે છે. દર્શન કરી નવદંપતિ ધન્યતા અનુભવતાની સાથે શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજી જેવુ જીવન જીવવાના સંકલ્પો કરે છે.

આમ પ્રથમ મેળો તરણેતરમાં બે યુવા હૈયા એકબીજાને પસંદગી કરે છે. બીજો મેળો માધવપુરનો જેમાં બે આત્મા લગ્નગ્રંથીથી જોડાય છે.

જયારે મહાશિવરાત્રીના મેળામાં આથમતી સંધ્યાએ જીવ શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડાયેલ મેળો એટલે હરહર મહાદેવનો મહાશિવરાત્રી મેળો

આમ સોરઠની ધરા પર ત્રણ મેળાનું અનેરૂ મહત્વ જોવા મળે છે તેમા બે મેળા માધવપુરનો મેળો અને શિવરાત્રીનો મેળો ત્રીજો કાર્તિકી મેળો કાર્તિકી પુનમે ભરાતો સોમનાથ દાદા સાનિધ્યમાં ઉજવાતો કાર્તિકી મેળો શિવરાત્રી મેળામાં જીવ દ્વારા શિવની આરધના થાય છે.

જુનાગઢમાં શિવરાત્રી મેળા જેટલુ઼ માનવ મહેરામણ પરિક્રમામાં પણ ભાગ લેવા ઉમટે છે.

જુનાગઢ જીલ્લામાં આમતો અડધો ડઝન જેટલા મેળા ભરાય છે. તેમાં ગીરનારની છત્રછાયામં શિવરાત્રી મેળો એટલે પરિક્રમાં દરમિયાન ૧૦ થી ૧ર લાખ જેટલો માનવ મહરામણ ઉમટે છે.

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રતિવર્ષ મહાવદનોમથી મહાવદ તેરસ સુધી શિવરાત્રી મેળો યોજાય છે.

આસી ટેકસ કમિશ્નર પ્રફુલ્લ કનેરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જીલ્લા કલકટરશ્રી ડો. સૌરભ પારધી અને મ્યુ.કમિશનર શ્રી તુષાર સુમેરાની સુચના મુજબ વહિવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળા અંગે તડામાર તૈયારીઓ થઇ રહી છે.

અંદાજે પ૮ે એકર જમીનની વિશાળ જગ્યા પર ૧૦૦ થી વધુ ઉતારા અન્ન ક્ષેત્રમાં ભોજન ભજન અને ભકિતની રમઝટ બોલશે તંત્રે ધ્યાને લઇ મનપા દ્વારા પાણી લાઇટ પ્લોટની ફાળવણીની કામગીરી હાથ ધરવામાંં આવી છે અને દામોદરકુંડની સફાઇ હાથ ધરી છે અને ત્યાર બાદ કુડમાં નવુ પાણી ભરવામાં આવ્યું છે અને દત ચોક ખાતે યાત્રીકોની માહિતી માટે ર૪ કલાક યાત્રીક કેન્દ્ર ખુલ્લુ મુકાશે જેથી મેળામાંં વિખુટા પડેલ લોકોને તેના પરિવાર સાથ મિલાપ કરાવશે.

મેળામાંં સાધુ સંસારીમાં સરખો ઉત્સાહ

આ મેળામાં નાગા સાધુસંતો અને સંસારીઓ મેળો માં મોજશોખ ભજનની મોજ માણે છે. ખાણીપીણીનો અસ્વાદ મસ્ત મનોરંજન માણવા ઉમટી પડે છે. જયારે સાધુસંતો અલખની આરાધનાની ધુણી ધખાવી અનંતમાં ગરકાવ થઇ જાય છે. રાત્રે ભજન ભકિતની આરાધના સાથે શિવમય બની જાયછે.

મેળાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર નાગાબાવાનું સરઘસ (રવેડી)

અતિ પૌરાણીક એવા મહાશિવરાત્રી મેળો છ દિવસ સુધી રંગત જમાવશે તેમાં સમગ્ર દેશભરના સાધુ સંપ્રદાય સાધુસંતો પધારશે મેળાનું મુખ્ય આકષર્ણ નાગાબાવા છે.

મેળાના અંતિમ દિન મહાશિવરાત્રીના દિવસે નાગાબાવાનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે. જેમાં નાગાબાવ અંગ કસરતના દાવ તલવારબાજી ઇન્દ્રીય દ્વારા જીપ ખેચે   વગેરે સરઘસમાં જોવા મળેછે. તે વેળાએ નાગાબાવાના દર્શનાથે ખુબજ ધસારો થાય છે.

બરાબર રાત્રીના ૧૦ના ટકોરે જુના અખાડાથી નાગાબાવાઓ સરઘસ સાથે નીકળી રૂટ ઉપર ઠેર-ઠેર અંગ કસરતના વિવિધ દાવપેચ લાઠીદાવ, તલવાર, ઇન્દ્રીય વડે જીપ ખેચવી ઇન્દ્રીયને લાકડીમાં આંટી ચડાવી તે લાકડી પર બન્ને બાજુ સાધુ ઉભા રાખવા જેવા વિવિધ અંગકસરતના દાવ કરતા કરતા રાત્રીના બારના ટકોરેે ભવનાથ મંદિર ખાતે મૃગીકુંડમા઼ સ્નાન, કરે છે.

તે દરમ્યાન લોકવાયકા મુજબ મૃગીકુંડમાં સ્નાન વિધિ બાદ આખા નાગાસાધુસંતો ગણત્રીની મીનીટોમાં જ કયાંક અદ્રશ્ય થઇ જાય છે.

તે રાત્રીના ભગવાન ભોળનાથની આરતી વિધી થયા બાદ દશનાર્થે ભાવિકોની ભીડ થાયછે અને સમગ્ર વાતાવરણ હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠેછે.

અને લોક વાયકા મુજબ અશ્વસ્થામાં બલીરાજા ગોપીચંદ રાજાભરથરી પરશુરામ વિભીષણ વિ. અમરત્વ મહાપુરૂષો  મહાશિવરાત્રીની રાત્રે સ્નાન વિધીમાંં પધારતા હોવાની માન્યતા છે.

મોડી રાત્રી ભાવિકો શિવરાત્રીનો મેળો પુરો થતા અન્ય ધાર્મિક સ્થળો સતાધાર પરબ સોમનાથ તરફ જવા પ્રયાણ કરે છે. અને રાવટી અને વિવિધ જ્ઞાતિના ઉતારામાં લોકો પાછા ફરે છે.

ભાંગ વિના શિવરાત્રી અધુરી

જુનાગઢ તા.૧૭ : શિવરાત્રી મેળો ભગવાન ભોળાનાથની રાત એટલે ભંાગ તો હોય અને શિવરાત્રીના દિવસે શિવજીની ભાંગ લેવા લોકોની પડાપડી થાય છે. તમામ ઉતારા ઉતારૂઓમાં સાધુસંતોના ડેરામાં બે દિવસ અગાઉથી જ ભાંગની તૈયારી ચાલુ થઇ જાય છે. ભાગ માટે કાજુ બદામ, પિસ્તા, એલચી, કેસર, દ્વાક્ષ સાથે અન્ય સુકા મેવાઓ ગાંધો લઢાય છે. અને આ લઢાયેલ અર્કમાં દુધ ભેળવી ભાંગ બનાવવામાં આવે. છે. શિવરાત્રી મેળામાં અને પ્રત્યેક શિવમંદિરોમાં અચુક ભાંગની પ્રસાદી અપાય છે.

(11:35 am IST)