Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મંદિરે ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃનગર યાત્રા તથા સંતોના સામૈયા

પૂ.જલારામબાપા , પૂ. રામ કિશોરદાસજી તથા શ્રી કૃષ્ણ મૂર્તિની પ્રતિષ્ઠાઃ રાત્રે અશોકભાઇ ભાયાણીનો ધૂન કાર્યક્રમઃ સત્સંગ તથા મહાપ્રસાદ તડામાર તૈયારી

વાંકાનેર,તા.૧૭: ઐતિહાસિક પ.પૂ.શ્રી મુનીબાપાની જગ્યા 'શ્રી ફળેશ્વર મહાદેવ મંદીર' ખાતે શ્રી ફળશ્વર મંદિરની જગ્યાના મહંત પ.પૂ.શ્રી સદ્ગુરૂ દેવશ્રી રામકિશોરદાસજી બાપુની બારમી વાર્ષિક પૂણ્યતિથિ નિમીતે મહાવદ-૧૧ને તા.૨૦ને ગુરૂવારના રોજના ઉજવવાનું નક્કી કરેલ છે. તેમજ શ્રી રામ ચંન્દ્ર ભગવાનના પરમ સેવક પ.પૂ.સંત શિરોમણી પૂ.જલારામબાપા તથા પ.પૂ. સદગુરૂ દેવ શ્રી રામ કિશોરદાસજી બાપૂ તથા શ્રી કૃષ્ણ ભગવાની મૂર્તિની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ત્રી-દિવસીય મહોત્સવ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે પૂજ્ય વંદનીય સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં ઉજવાશે. આ દિવ્ય અવસરમાં તંબામટી 'શ્રી હનુમાન ધારા' શ્રી ઉદાસીન આશ્રમ (પંજાબ)ના મહંત પ.પૂ.તપસ્વી સમર્થ સંત પ.પૂ.શ્રી વિવેકામુનીજી મહારાજ તેમજ પંજાબના સંતો સાથે પધારશે. આ ઉપરાંત તીર્થભૂમિ વૃંદાવન ધામથી સંતો મહંતો આ પ્રસંગે પધારવાના છે.

જે નગરયાત્રાામાં 'રવેડી' માં ભાગ લેશે. તા.૧૮/૨/૨૦ને મંગળવારના મહાવદ ૧૦ રોજ રાત્રે ૯:૦૦ કલાકે 'ભવ્ય સંતવાણી', 'ધૂન સંકિર્તન'ની કાર્યક્રમ રાખેલ છે. જેમાં ગુજરાત -સૌરાષ્ટ્રના સુપ્રિધ્ધ કલાકાર ધૂન સમ્રાટ 'રામ નામ કે હિરેમોતી'થી પ્રચલિત શ્રી અશોકભાઇ ભાયાણી તથા તેમના સાથીદારો અનેરા સંગીતની શૈલી સાથે રંગત જમાવશે. ૧૮ તારીખે પૂ.શ્રી જલારામબાપાની પૂણ્યતિથિ સાથે છે.

મહોત્સવમાં તારીખ. ૧૮ને બુધવારના બપોરના ૪:૦૦ કલાકે 'ભવ્ય નગર યાત્રા' 'શોભાયાત્રા' શ્રી વિનુભાઇ લાખાણી -સમીર ટ્રેડર્સ -દેના બેંક પાસે તેમના નિવાસ સ્થાનેથી વાજતે -ગાજતે જય જય કારના ઘોષથી ચાવડી ચીકથી પ્રતાપચીક થઇને શ્રી ફળેશ્વર મંદિર પહોચશે. તેમજ આ 'રવેડી' માં તપસ્વી સાધુ -સંતો માટે 'અન્નક્ષેત્ર' તેમજ ગરીબો માટે તથા 'ગૌશાળા પક્ષીઓને ચણ' તેમજ દર મહિનાની ૪ તારીખે રાત્રે ૯ વાગ્યાથી ધૂન-સંકિર્તનનો કાર્યક્રમ થાય છે.

એવી આ પાવન ભૂમિમાં પરમ વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપા -પરમ વંદનીય શ્રી રામ કિશોરદાસજી બાપૂની મૂર્તિ પ્રતિષ્ઠા હોય ભાવિકો અનેરો ઉત્સાહ જોવા મળે છે.

આ યજ્ઞના આચાર્ય પદે શ્રી ધર્મેશભાઇ ત્રિવેદી -શાસ્ત્રીજી શ્રી મેહુલભાઇ પાંધી છે. આ ઉપરાંત તા. ૨૦ને ગુરૂવારના રોજ બપોરે ૧૨:૪૦ કલાકે 'મૂતિ પ્રતિષ્ઠા' તેમજ બપોરેના ૧:૦૦ કલાકે પૂર્ણાહુતિ 'મહાઆરતી' થશે તેમજ બપોરેના ૧:૦૦ કલાકે 'મહા પ્રસાદ' રાખેલ છે.

પ્રાણઃ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિના સૌ ભકતજનો તડામાર તૈયારી કરી રહ્યા છે.

ભાવિક -ભકતોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યા છે. વિશાળ સમીયાણી ઉભી કરવામાં આવેલ છે. રંગબેરંગી લાઇટોથી તેમજ નીજ મંદીરને પુષ્પહારોથી શુભોષિત કરવામાં આવશે.

મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તથા યજ્ઞનાં આચાર્ય પદે શાસ્ત્રી ધર્મેશભાઇ ત્રિવેદી તથા શાસ્ત્રી મેહુલભાઇ પાંધી બીરાજશે. મૂર્તિના દાતા વિનુભાઇ લાખાણી પરવિાર જગદીશભાઇ કોટેચા. ઉપરાંત દાતા પરિવારો ઉપસ્થિત રહેશે.

પૂ.શ્રી રામ કિશોરદાસજીબાપુનો જીવન મંત્ર હતો કે 'ભજન કરો અને ભોજન કરાવો' જે હેતુ અનુસાર પૂ.ગુરૂદેવશ્રીની અસીમ કૃપાથી આજેય શ્રી ફળેશ્વર મંદિરમાં સાધુ-સંતો માટે 'અન્નક્ષેત્ર' તેમજ ગરીબો માટે તથા 'ગૌશાળા' પક્ષીઓને ચણ તેમજ દર મહિનાની ૪ તારીખે રાત્રે ૯ વાગ્યાથી ધૂન-સંકિર્તનનો કાર્યક્રમ થાય છે. એવી આ પાવન ભૂમીમાં પરમ વંદનીય સંત શિરોમણી શ્રી જલારામબાપા-પરમ વંદનીય શ્રી રામકિશોર દાસજી બાપૂની મૂર્તિ પ્રતિષ્ઠા હોય ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

ભાવિક-ભકતજનોને પધારવા શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમીતી શ્રી ફળેશ્વર મંદિર વાંકાનેર દ્વારા ભાવભર્યુ નિમંત્રણ એક યાદીમાં કાનજીભાઇ પટેલ (પટેલ બાપુ)ની યાદીમાં જણાવાયુ છે.

શ્રી ફળેશ્વર મંદિરમાં પૂનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન પર્વ તા.૧૯મીના 'ભવ્યતાથી ભવ્ય નગરયાત્રા' 'રવેડી'માં પંજાબના સમય સિધ્ધ સંત પૂ.શ્રી વિવેકમુનીજી તથા અન્ય સંતો ( રવેડીમાં ઉપસ્થિત રહેનાર છે તેમજ વિશેષમાં સૌ પ્રથમવાર વાંકાનેર શહેરમાં 'રવેડી'માં 'લઠદાવ' પટ્ટાદાવ વૃન્દાવનના સાધુ સંતો રજૂ કરશે જેથી અનેરૂ આકર્ષક રવેડીમાં રહેશે.

(10:11 am IST)