Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પ્રભાસ પાટણના આદ્રી ખાતે આહિર સમાજના સમુહલગ્નોત્સવમાં ૩૭ યુગલો લગ્નબંધને બંધાયા

પ્રભાસ પાટણ,તા.૧૭:આદ્રી મહાકાળી માતાજીના મંદિરની બાજુમાં આજે યોજાયેલ આહિર સમાજના સમુહલગ્નોત્સવમાં કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાઙ્ગસહભાગી થયા હતા. તેઓશ્રીએ નવદંપતિઓની આર્શિવર્ચન પાઠવી જણાવ્યું હતું કે,ઙ્ગઆદ્રી ખાતે આહીર સમાજ દ્રારા સમુહલગ્નોત્સવનું આયોજન કરી ૩૭ નવદંપતિઓને લગ્નગ્રંથીમાં જોડાવાનું શુભ કાર્ય કરવામાં આવ્યું છે. આહીર સમાજે સમુહલગ્નના માધ્યમથી ઉત્ત્।મ ઉદાહરણ પુરુ પાડ્યું છે. લગ્નમાં કોઈપણ પ્રકારની દેખાદેખી વગર ખુબ સરસ રીતે લગ્નોત્સવનું આયોજન કરી અન્ય સમાજને સમુહલગ્ન કરવા પ્રેરણા આપી હતી.

રાજયબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે,૧૬ વર્ષ પહેલા સમુહલગ્નથી શરૂઆત કરી હતી જે આજે સત્ત્।રમાં સમુહલગ્નમાં કુલ ૩૭ નવદંપતિ લગ્નગ્રંથિ થી જોડાયા છે. આહીર સમાજ દ્રારા કુરીવાજોને તિલાજંલી આપવામાં આવી છે. આદ્રી આહીર સમાજ- સીએએ અને એનઆરસીના કાયદાને સમર્થન કરે છે.

આ પ્રસંગે મંત્રીશ્રી જવાહર ચાવડા,નિવૃત મામલતદાર દેવકુમાર આંબલીયા,દિલ્હી ખાતે રાષ્ટ્રીય પ્રજાસત્ત્।ાક પર્વની પરેડમાં ભાગ લેનારઙ્ગધર્મેન્દ્રસિંહ રાઠોડનેસ્મૃતિ ચિહ્રન આપી શાલ ઓઢાડી સમાજ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડો.મહાદેવ મહેતા,ઙ્ગગીર સોમનાથ દુધ ઉત્પાદક સંદ્યના ચેરમેન નરેન્દ્રભાઈ જોટવા,ઙ્ગસરમણભાઈ સોલંકી,હરદાસભાઈ સોલંકી,ઙ્ગઆદ્રીના સરપંચશ્રી મયુરભાઈ જોટવા સહિતના આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિપક નિમાવતે કર્યું.

(10:09 am IST)