Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વાંકાનેરમાં ફરિયામાં બ્લેડ નાખવા મામલે મારા માર્યો : જાનથી મારી નાખવાની ધમકી

ફળિયામાં દાઢી કરવાની બ્લેડ નહિ નાખવા કહેતા આરોપી ઉશ્કેરાયો

વાંકાનેરમાં બે ભાઈ દાઢી કરવાની બ્લેડ મામલે ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના કારકામાની ટેકરી પાસે બુઢા આશ્રમ પાસે રહેતા અરવિંદભાઈ વેલજીભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને પોતાના ઘરના ફળિયામાં દાઢી કરવાની બ્લેડ નહિ નાખવા બાબતે ઠપકો આપતા આરોપી ભરત વેલજી સોલંકીએ ઉશ્કેરાઈ જઈને તેને લાકડા વડે માર મારી ઈજા કરી તેમજ ફરિયાદીને કાલે તું બચી ગયો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

(10:53 pm IST)