Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

આડોડીયાવાસમાંથી ઈગ્લીંશ દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ Rએક લાખથી વધુ મુદામાલ સાથે એક શખ્શની અટકાયત

ભાવનગર : ભાવનગર એલસીબીએ આડોડિયાવાસમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી રીઝ ઝડપી પાડીને એક શખ્શની અટકાયત કરી છે

 આ અંગેની વિગત મુજબ,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પો.કો. ચિંતનભાઇ ભગવાનભાઇ મકવાણાને બાતમી રાહે હકિકત મળેલ કે અતુલ શક્તિ લોડીંગ રીક્ષા રજીનં જી.જે.૭ યુયુ.૬૪૭૮ માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો આવેલ છે. અને આડોડીયાવાસમાં ઉતરવાનો છે.

   આ બાતમીના આધારે  આડોડીયાવાસના ગોબર ગેસ પ્લાન્ટ પાસે રેઇડ કરતા સદરહું નંબરની અતુલ શક્તિ લોડીંગ રીક્ષામાં દિનેશભાઇ પ્રભાશંકરભાઇ બારૈયા ( ઉ.વ.૪૨ ) ( હે.પ્લોટ નં.૪૫ જલારામા સોસાયટી તળાજા જકાત નાકા. ભાવનગર )ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વિહીસ્કી ની ૭૫૦ એમ.એલ.ની કું.સીલપેક કાચની બોટલ નંગ- ૨૪૦ કિ ૭૨.૦૦૦ સાથે પકડાય ગયેલ અને પુછ પરછ કરતા આ દારૂનો જથ્થો ઘોઘા તાલુકાના ખાટડી ગામના શક્તિસિંહ ચકુભા રાયજાદા ભાવનગર લીલા સકર્લ પાસે આપી ગયેલાનું જણાવતા કુલ ૧,૦૩,૦૦૦ના મુદામાલ સાથે બંને ઇસમો વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવવામાં આવેલ છે.

આ કામગરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જી.કે ઇસરાણી તથા એ.એસ.આઇ પરાક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ.જે.વી.ઝાલા, આર.એમ.સરવૈયા, બી.એસ.ચુડાસમા તથા પો.કોન્સ. જયદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ,શકિતસિંહ ગોહિલ, અરવિંદભાઇ દેવશીભાઇ પરમાર,રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે જોડાયેલ હતા

(3:25 pm IST)