Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

કોડીનારના કારડીયા રાજપૂત યુવાનનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ

કોડીનાર : કોડીનારના કારડીયા રાજપુત યુવાનનું છકડા રિક્ષાના અકસ્માતમાં કરૂણ મૃત્યુ નિપજયું છે.આ ઘટનાની વિગત મુજબ કોડીનાટ શહેરમાં ટેસ્ટીનગર પાસે મુળ દ્વારકા રોડ ઉપર રહેતા ધીરૂભાઇ જેશીંગભાઇ ડોડીયા આજે વેહલી સવારે તેમની છકડો રીક્ષા લઇને કોડીનારથી ધામળેજ ગામે બરફ નાખવા જઇ રહ્યા હતા ત્યારે કણજોતર ગામના સ્ટેશન પાસે વહેલી વારે પ-૩૦ વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા વાહન ચાલકે ધીરૂભાઇની રીક્ષાને હડફેટે લેતા ધીરૂભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા આ ઘટના અંગે તેમના ભાઇ અજીતભાઇએ ઘટના સ્થળે દોડી જઇ એમ્બ્યુલન્સમાં ધીરૂભાઇને કોડીનાર રા.ના. વાળા હોસ્પિટલમાં ખસેડતા ત્યાં ફરજ પરના ડોકટરે ધીરૂભાઇને મૃત જાહેર કરતા તેમનો મૃતદેહ સરકારી દવાખાતે પી.એમ.માં લવાયો હતો. આ અકસ્માત અંગે મૃતકના ભાઇ અજીતભાઇ ડોડીયાએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:00 pm IST)