Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

વિડીયો : આતંકી હુમલાના પગલે કચ્છમાં એલર્ટ- દરિયાઇ,ક્રિક અને રણ બોર્ડરે જોઈન્ટ પેટ્રોલિંગ::આઈજી ડી.બી. વાઘેલાએ કહ્યું પાકિસ્તાની ઘુસણખોરો ઉપર રહેશે નજર

વિનોદ ગાલા દ્વારા bhuj:કાશ્મીર ના પુલવા માં થયેલ આતંકવાદી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ૪૪ જવાનો શહીદી ની ઘટનાએ દેશભરમાં શોક નો માહોલ સર્જ્યો છે. આ ઘટના બાદ ગુજરાતને પાકિસ્તાન સાથે જોડતી પાટણ, બનાસકાંઠા અને કચ્છ સરહદે  એલર્ટ રહેવા આઈબી ના ઇનપુટ ને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્રણેય જિલ્લાઓના બોર્ડર રેન્જ આઈજી ડી.બી. વાઘેલાએ આજે ભુજમાં મીડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બોર્ડર એરિયામાં સુરક્ષાના ચાંપતા પગલાં લેવાઈ રહ્યા છે. બીએસએફ, કોસ્ટગાર્ડ અને પોલીસ એ ત્રણેય સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. સરહદી વિસ્તારો માં ક્યાંયે ઘુસણખોરી ન થાય તે માટે ઊંટ દ્વારા પેટ્રોલિંગ તેમ જ આંતરિક વિસ્તારોમાં પગીઓ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. રણ સરહદે કાંટાળી વાડ ઉપરાંત બીએસએફ તૈનાત છે. જ્યારે દરિયાઈ સરહદે મરીન પોલીસ, બીએસએફ મરીન અને કોસ્ટગાર્ડ દ્વારા ઘુસણખોરી માટે ના જે સ્પોટ છે તે કચ્છ ના ક્રિક એરિયા તેમ જ જખૌ થી મેડી સુધી ના દરિયામાં ચાંપતી નજર સાથે પેટ્રોલિંગ થઈ રહ્યું છે.

(5:32 pm IST)