Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

તળાવ બાંધકામના ફાઇનલ બીલ મંજુર કરવા માટે ૭૮ હજાર રૂપીયાની લાંચ લેતા ભુજ જિલ્લા પંચાયતના સીનીયર કલાર્ક સંજયકુમાર મોતા(રાજગોર) ઝડપાયાઃ બોર્ડર રેન્જના બોર્ડર રેન્જ એસીબીના મદદની નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલના નેતૃત્વમાં વધુ એક સફળતા

 રાજકોટ : ભુજ જિલ્લા પંચાયત હસ્તકના ત્રણ તળાવોના બાંધકામ માટેના ફાઇનલ બીલની  રકમ મંજુર કરવાની કાર્યવાહી કરવા માટે કુલ બીલની રકમના ૩ ટકા લેખે  ૭૮ હજારની લાંચની ગેરકાયદે માગણી કર્યાની એક જાગૃત ફરીયાદીએ એસીબીમાં ફરીયાદ કરતા જ બોર્ડર એકમ (ભુજ-કચ્છ) ના કાર્યદક્ષ મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ એચ. ગોહિલે ફરીયાદીની ફરીયાદ આધારે તાત્કાલીક પગલા લઇ છટકુ ગોઠવતાં આરોપી સંજયકુમાર ભીમજીભાઇ મોતા (રાજગોર) સીનીયર કલાર્ક સિંચાઇ શાખા, ભુજ જિલ્લા પંચાયત છટકામા આબાદ ઝડપાઇ ગયા હતા.

મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવીઝનમાં સમગ્ર છટકાની કાર્યવાહી માં કચ્છ પશ્ચિમ એસીબી પો.સ્ટેશન ભુજના એમ.ડી. ઝાલા તથા પી.પી.ગોહિલ તથા સ્ટાફે ગોઠવ્યુ હતુ. અત્રે યાદ રહે કે બોર્ડર એકમ (કચ્છ-ભુજ) એસીબીનો હવાલો કૃષ્ણકુમારસિંહ ગોહીલ જેવા કાર્યદક્ષ અધિકારીને સુપ્રત થયા બાદ એક પછી એક સફળ છટકા ગોઠવાઇ રહ્યા છે. આવી સફળતા બદલ એસીબી ડાયરેકટર કેશવકુમારે પણ અભિનંદન પાઠવ્યા હતા

 

 

(9:08 pm IST)