Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ખૂન્નસ : હત્યારાઓએ મોરબી પવડી કમિટિના ચેરમેનના ભાઇ સઇદુ જેડાના કાંડુ - આંગળા પણ કાપી નાંખ્યા'તા

પાંચ અજાણ્યા સહિત દસ શખ્સોએ ઇંડાની લારીમાં પડેલ હથિયારોથી ક્રુરતાપૂર્વક હત્યા કરી'તી : તાલુકા પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ

મોરબી તા. ૧૬ : મોરબી પાલિકા પવડી કમિટિના ચેરમેનના ભાઇની હત્યાના બનાવમાં પાંચ અજાણ્યા સહિત દસ શખ્સો સામે પોલીસે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. હત્યારાઓએ ખૂન્નસપૂર્વક મૃતક સઇદુ જેડાના હાથનું કાંડુ અને આંકળા કાંપી નાખ્યાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રફાળેશ્વર નજીક પરમ દિ' રાત્રીના સુમારે બે જૂથ વચ્ચે તલવાર ધરિયા અને પાઈપ વડે મારામારી થઇ હતી જે બનાવમાં ઈજાગ્રસ્ત ત્રણ પૈકી એક યુવાનનું મોત નીપજયું છે જે બનાવ મામલે ફરિયાદી ઇમરાન ફરીદ જેડા રહે વિસીપરા કુલીનગરવાળાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આરોપી કાસમ ઈશા મોવર, ઇશાક અલી જામ, વલી ઇશાક જામ, અલી ઇશાક જામ અને અનવર ઇશાક જામ તથા પાંચ અજાણ્યા માણસો રહે બધા રફાળેશ્વર તથા અંજીયાસર માળિયા વાળાએ ઝઘડો કરીને તલવાર ધરિયા અને પાઈપ વડે હુમલો કરી સઇદુ જેડાને મોતને ઘાટ ઉતારી દઇ નાશી છુટયા હતા.

ફરિયાદી અન્ય યુવાનો સાથે રફાળેશ્વર નજીક આવેલ નોનવેજ લારીએ જમવા ગયા હતા ત્યારે આરોપીઓએ તમારે અમારો મચ્છી મુરઘીનો થડો પડાવી લેવો છે કહી બોલાચાલી કરી હથિયારો ધારણ કરી હુમલો કર્યો હતો જેમાં સઈદુ મેપાભાઈ જેડાને ધારિયા વડે ઘા મારતા તેનું મોત થયું છે. જયારે મારામારીમાં અન્ય યુવાન અલી સંધવાણી, પ્રશાંત અને ફરિયાદીને ઈજા પહોંચાડી છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

દરમિયાન પોલીસના જણાવ્યા મુજબ હત્યારાઓએ ખૂન્નસપૂવૃક મૃતક સઇદુ જેડાના હાથનું કાંડુ અને આંગળા કાપી નાખ્યા હતા. આરોપીઓ ઘટના સ્થળે ઇંડાના લારીમાં પડેલ હથિયારોનો ઉપયોગ કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.

હત્યા બાદ નાસી છૂટેલ દસેય આરોપીઓની તાલુકા પીએસઆઇ ગઢવીએ શોધખોળ હાથ ધરી છે.(૨૧.૧૨)

 

(12:01 pm IST)