Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

જામનગર ડેન્ટલ કોલેજના પ્રિન્સિપાલ ઓફિસને તાળાબંધી : ક્યારેય લેક્ચર લેતા ન હોવાથી પગારની રિકવરીની માંગણી

આરટીઆઇમાં ખુલેલી વિગત બાદ યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો

 

જામનગરની ડેન્ટલ કોલેજના પ્રિન્સીપાલ ક્યારેય ક્લાસરૂમમાં લેક્ચર લેતા હોવાથી તેણે મેળવેલ પગારની રિક્વરીની માંગણી સાથે સેનેટ સભ્ય અને યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરીને પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી કરી હતી

જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજમાં પ્રિન્સીપાલ ડો.પરીખ ક્યારેય ક્લાસરૂમમાં લેક્ચર લેતા હોવાથી ફરિયાદ યુવક કોંગ્રેસ પ્રમુખ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.તૌસિફખાન પઠાણને મળી હતી. અંગે તેમણે રૂબરૂ રજૂઆત કરતા કોઇ દાદ મળતા માહિતી અધિકારી હેઠળ માહિતી માંગી હતી. તેમને એવો જવાબ આપવામાં આવેલ કે પ્રિન્સીપાલે લેક્ચર લેવા જવાનું હોતું નથી. પાછી ડો.તૌસીફખાન પઠાણે મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં ઉઠાવ્યો હતો.

બેઠકમાં સત્તાધીશોએ કહ્યું હતું કે કોલેજના પ્રિન્સીપાલ હોય તો પણ તેમણે નિયત લેક્ચર લેવા પડે. આથી ફરજ બજાવવામાં બેદરકાર રહેલ જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના પ્રિન્સીપાલ ડો.પરીખ પાસેથી પગારના નાણાંની રિક્વરી કરવાની માંગણીઓ સાથે આજે જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તૌસીફખાન પઠાણની આગેવાનીમાં કાર્યકરોએ ડેન્ટલ કોલેજ ખાતે ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા કાર્યકરોએ પ્રિન્સીપાલની ચેમ્બરને તાળાબંધી પણ કરી હતી.

(9:41 pm IST)