Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જુનાગઢ જિલ્લાની ૬ પાલિકાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન

મતદારોમાં ઉત્સાહ - સજ્જડ પોલીસ બંદોબસ્ત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૭ : જૂનાગઢ જિલ્લાની ૬ પાલિકાની ચૂંટણી માટે સવારથી શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે.

મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ પ્રવર્તે છે. જુનાગઢ જિલ્લામાં વિસાવદર, વંથલી, માણાવદર, બાંટવા, ચોરવાડ અને માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયેલ છે.

પ્રારંભમાં મતદાન મથક પર મતદારોની પાંખી હાજરી રહી હતી પરંતુ એક કલાક બાદ મતદારોની કતારો લાગણી શરૂ થઇ ગઇ હતી. પાલિકાની ચુંટણીના પ્રચાર - પ્રસાર માટે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એટી-ચોટીનું જોર લગાવ્યું હતું.

સોમવારે મતગણતરી થશે. જિલ્લાની છએ છ પાલિકાની ચુંટણીનું શાંતિપૂર્ણ થઇ રહ્યું છે. મતદાન મથકો તેમજ તેની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રારંભિક બે કલાક દરમિયાન ૧૨થી ૧૬ ટકા મતદાન થયું હોવાના સમાચાર છે.(૨૧.૨૧)

(1:46 pm IST)