Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ધ્રોલ નગરપાલિકામાં ૮ થી ૧૦ ટકા મતદાન

કોંગ્રેસ પાસેથી સત્તા કબ્જે કરવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા.૧૭ : નગરપાલિકાના ૭ વોર્ડની ર૮ બેઠકો માટે આજરોજ સવારથી જ મતદાન મથકો ઉપર લાંબી કતારો લાગી ગયેલ છે. કુલ ર૮ બેઠકો માટે ૧૦પ ઉમેદવારો મેદાનમાં છે. ર૩ મતદાન મથકો ઉપર ૯૦ ઇવીએમ મશીનો મુકવામાં આવેલ છે. કુલ મતદારો ૧૮૭૪૦ છે. પ્રારંભે બે કલાકમાં ૮ થી ૧૦ ટકા મતદાન થયુ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા છે ત્યારે અપક્ષ, એનસીસી અને બીએસસીના ઉમેદવારો પણ તેમના તરફી મતદાન માટે પ્રયત્નો કરી રહેલ છે. મતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં થઇ રહેલ છે. મતદાન પ્રક્રિયા બાદ તા.૧૯મીએ મતગણતરી અપ્રેની હરધ્રોલ હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે.

વર્તમાન શાસન કોંગ્રેસ પાસે છે ત્યારે આ નગરપાલિકા કબ્જે કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવીને પુર્વ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલની આગેવાની હેઠળ ચૂંટણી લડી રહેલ છે. આ નગરપાલિકાના પરિણામ ઉપર ભાજપના આગેવાનોની રાજકીય કારકીર્દી ઉપર ગંભીર વળાંકો આવે તેવી શકયતાઓ રહેલી છે.(૩-૧

(1:45 pm IST)