Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પોરબંદર ૪પ૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણના ડબલ મર્ડર કેસમાં ૮ આરોપીઓને ૩ દિવસની રીમાન્ડ

ડ્રગ્સની હેરાફેરી દરમિયાન પાકિસ્તાન અને અફઘાનીસ્તાનના ર શખ્સોને દરિયામાં ફેંકી દીધેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ : આઠેક માસ પહેલા પોરબંદર દરિયામાં ૪પ૦૦ કરોડના ડ્રગ્સ હેરાફેરી દરમિયાન બોટમાંથી ર શખ્સોને દરિયામાં ફેંકી મારી નાખવાના ડબલ મર્ડર કેસના ૮ આરોપીઓની એટીએસ દ્વારા ૭ દિવસની રીમાન્ડની માંગણી કરતા કોર્ટે ૩ દિવસના રીમાન્ડ મંજૂર કરેલ છે.

પાકિસ્તાનથી ડ્રગ્સ સાથેની બોટ નીકળ્યા બાદ પોરબંદર દરિયામાં પાકિસ્તાન અને અફઘાનીસ્તાનના નાગરિકોને દરિયામાં ફેંકી દીધેલ અને મારી નાખેલ જે અંગે નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો હતો અને તે સમયે ૮ શખ્સની ધરપકડ કરાય હતી.

(1:43 pm IST)