Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મોરબીમાં સપનો કી ઉડાન 'હેલીકોપ્ટર' સેવાનો પ્રારંભ, લોકોના ટોળા ઉમટયા

મોરબી તા. ૧૭ : રાજકોટના યોગેશ પુજારા દ્વારા મોરબીથી રાજકોટ અને સોમનાથ દ્વારકા સુધીની હેલીકોપ્ટર સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના સર્કીટ હાઉસ ખાતેથી આજે પ્રથમ ઉડાન ભરવામાં આવી હતી જે સમયે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાઙ્ગસહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીથી રાજકોટ અને યાત્રાધામ સુધીની હવાઈ સેવાનો પ્રારંભ થતા ઉધોગપતિઓએ ખુશી વ્યકત કરી જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓનો કીમતી સમય બચી જશે જયારે ધારાસભ્યએ ખાનગી કંપનીના પ્રયાસને બિરદાવી જણાવ્યું હતું કે ઓદ્યોગિક નગરી મોરબીના ઉદ્યોગપતિઓને આ સેવાનો લાભ મળતા મોરબીનો ઉધોગ વિકાસની હરણફાળ ભરશે અને કીમતી સમયનો બચાવ થશે જેથી આ સેવા આવકાર્ય છે.

હેલીકોપ્ટર શહેરના આકાશમાં ઉડતા લોકોએ અનેરો આનંદ અનુભવ્યો હતો તો સર્કીટ હાઉસ નજીકના હેલીપેડ ખાતે પણ બાળકોથી લઈને યુવાનોના ટોળા જામ્યા હતા.(૨૧.૧૮)

(1:01 pm IST)