Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મોરબી જિલ્લામાં પીવાના પાણી માટે દોઢ કરોડની ફાળવણી મશ્કરી સમાનઃ મેરજા

મોરબી તા. ૧૭ : રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના હેઠળ માત્ર દોઢ કરોડની રકમ સમગ્ર મોરબી જીલ્લા માટે ફાળવવામાં આવી છે.તો એક બાજુ રાજય સરકાર છાપરે ચડીને પોકારે છે કે એક પણ ગામ પીવાના પાણીથી વંચિત ન રહે તે જોવા સરકાર મક્કમ છે.સિક્કાની બીજી બાજુ મોરબી જીલ્લામાં સેંકડો ગામોને ૩ દિવસ પણ પીવાનું પાણી મળતું નથી. આ બાબતે મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા સચિવ ને પત્ર લખીને રજૂઆત કરી છે કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની મોરબી અને માળિયા બે તાલુકા વચ્ચે માત્ર એક જ સબ ડીવીઝન છે.જેનાથી મોરબી માળિયા(મી) વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ દીઉન દહાડે કથળતી જાય છે.તે જોતા સબડીવીઝન મોરબી ખાતે કાર્યરત કરવા માંગણી કરી છે.

ભાજપ શાસિત મોરબી નગરપાલિકા ગટર વ્યવસ્થાની ભાજપ સરકારે કરેલી કામગીરી સંભાળવાનો નનૈયો ભણે છે.જે રાજય સરકાર મોરબી નગરપાલિકા માટે કરોડો રૂપિયાની આંધણ કરીને ગટર વ્યવસ્થા ભાજપ સરકારનું વચન પોકળ સાબિત થયું છે. મોરબી શહેરના લોકો ઉભરાતી ગટર, વારંવાર પાઈપ લાઈન લીકેજ અને કયાંક પીવાના પાણી અને ગટરની લાઈનની ભેળસેળને લીધે પ્રજાની જાહેર સુખાકારી જોખમાતી હોય છે.(૨૧.૧૫)

(12:58 pm IST)