Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પુરૂષોની સરખામણીએ સ્ત્રીના જન્મ દરમાં ઘટાડો દુઃખદ બાબતઃ મુકેશ પંડ્યા

જામનગર ટાઉન હોલમાં નારી સંમેલન યોજાયુ

જામનગર,તા.૧૭: ગુજરાત રાજય મહિલા આયોગ- ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આઇ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત જામનગર દ્વારા ટાઉનહોલ જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડ્યાની ઉપસ્થિતિમાં તેમજ મહાનુભાવોની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરી નારી સંમેલનનું ઉદદ્યાટન કરવામાં આવેલ હતુ.             જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડ્યાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, મહિલાઓને કાનુની બાબતની, મહિલા સ્વાવલંબનની, આરોગ્ય અંગેની વગેરે બાબતોની જાણકારી આ સંમેલનમાં નિષ્ણાંત મહિલા વકતાઓ પાસેથી મળશે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીનો દર ઘટતો જાય છે. જે ખુબજ દુઃ ખની બાબત છે. નારી વગરના સમાજની કલ્પના કરવી પણ અશકય છે. દરેક સ્ત્રીઓએ પોતાના હક્કો વિશે જાગૃતતા મેળવવી જોઇએ. બહેનોએ પોતાનામાં રહેલી શકિતની આવડતનો ઉપયોગ કરી આર્થિક પગભર થવુ જોઇએ.                 આ નારી સંમેલનમાં ચેતના સંસ્થાના નિધીબેન દેવાણી દ્વારા મહિલા સશકિતકરણ વિશે, ભાવીશાબેન દ્વારા કાઉન્સિલ પોલીસ બેઇઝ સપોર્ટર સેન્ટર વિશે તેમજ ખ્યાતીબેન દ્વારા નારી અદાલતની સમજ અંગે નારી સંમેલનમાં ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આઇ.સી.ડી.એસ., જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફીસરશ્રી ડો.ભગીરથ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતુ.                           આ નારી સંમેલનમાં તાલુકા પંચાયત સભ્ય રેવતીબેન તેમજ જામનગર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી નારી સંમેલનને સફળ બનાવ્યુ હતુ. (ફોટોઃ ગજેન્દ્રસિંહ જાડેજા, માહિતી બ્યુરો) (૩૦.૨) 

 

(12:07 pm IST)