Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જસદણ પાસે કાર પલ્ટી ખાઇ જતા રાજકોટના પરિવારનો ચમત્કારીક બચાવ

 

તસ્વીરમાં ગોથુ ખાઇ ગયેલ કાર નજરે પડે છે. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)

જસદણ, તા. ૧૬:  જસદણ અને ખારચીયા વચ્ચે એક અકસ્માતમાં રાજકોટના એક પરિવારનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ખારચીયા ગામ પાસે એક કાર પુરપાટ જતી હતી ત્યારે અચાનક ટ્રેકટર સામે આવી જતા સજ્જડ બ્રેક મારવાને કારણ કાર બે ચાર ગડથોલીયા ખાઇ જતા સગાઇ પ્રસંગે જતા રાજકોટના આ પરિવારના ત્રણ સભ્યોને સામાન્ય ઇજા થતા તેમનો આબાદ બચાવ થયો હતો. રામ રાખે તેને કોણ ચાખે એ ઉકિત આજે ચરિતાર્ર્થત થઇ હતી. (૯.૬)

(12:04 pm IST)