Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કાલાવડના મોડીદરમાં કોળી પરિણીતાએ પિતાના ઘરે ઝેર પીધું

બકરા બાબતે પિતા-કાકા વચ્ચે ઝઘડો થતાં પગલું ભર્યુ

રાજકોટ તા. ૧૭: જામકંડોરણાના ભાદરા ગામે સાસરૂ ધરાવતી તારા નિલેષ ગોહેલ (ઉ.૨૫) નામની કોળી પરિણીતા હાલમાં કાલાવડના મોડીદર ગામે પિતાના ઘરે રોકાવા આવી હોઇ અહિ રાત્રે દસેક વાગ્યે તુવરેમાં છાંટવાની દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તારાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર છે. રાત્રે તેના પિતા ચંદુભાઇ અને કાકા સુરેશભાઇ વચ્ચે બકરા બાબતે બોલાચાલી, ઝઘડો થતાં તેણીને માઠુ લાગી જતાં ઝેર પી લીધાનું તેના ભાઇએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાલાવડ પોલીસને જાણ કરી હતી.

(12:03 pm IST)