Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ગોંડલમાં પૈસાની ઉઘરાણી મામલે રાજૂ દેવીપૂજક પર હુમલો

તારો બનેવી કેમ ૩ હજાર દેતો નથી? કહી બાવાજી શખ્સો તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૭: ગોંડલમાં કુંભારવાડામાં રહેતાં અને શાકભાજી, ફળની ફેરી કરતાં રાજૂ જયંતિભાઇ રાઠોડ (ઉ.૩૫) નામના દેવીપૂજક યુવાન પર અજય જીકાભાઇ દુધરેજીયા (બાવાજી), વિજય બાવાજી, સંજય કેશુ, અપ્પુ ભરવાડ અને બે અજાણ્યાએ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.

રાજૂના ભાઇ નિતીનના કહેવા મુજબ અમારા બનેવી આકાશે અજય બાવાજી પાસેથી ૮ હજાર રૂપિયા લીધા હતાં. જેમાંથી પ હજાર ચુકવી દીધા હતાં. બાકીના પૈસા તે હાલમાં આપી શકે તેમ ન હોઇ અજય સહિતનાએ ઘરે આવી તારા બનેવી કેમ પૈસા આપતાં નથી? તેમ કહી રાજૂ પર હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(12:02 pm IST)