Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જેસરના વિજાનાનેસ ગામે કૂવામાંથી મળેલી લાશ લાપત્તા યુવાનનીઃ હત્યા

ભાવનગર, તા. ૧૭ :. જેસર તાબેના વિજાનાનેસ ગામે રહેતા કુંભાભાઈ ઈગુભાઈની ગામની સીમમાં આવેલી વાડીમાં ૧૦૦ ફુટ ઉંડા કુવામા માનવ લાશ તરતી હોવાની વિગતો મળતા જેસર પોલીસ દોડી ગઈ હતી અને સ્થાનિક લોકો અને પાલીતાણા ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવેલ હતો.

કુવામાંથી મળી આવેલ લાશ ગત તા. ૯મીના રોજ શેવડીવદર ગામે ગુમ થયેલ યુવાન ભગુભાઈ હમલભાઈ ગોહિલ (ઉ.વ. ૩૦) હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. જો કે હજુ સત્તાવાર ઓળખ જાહેર થઈ નથી. જેસર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:53 am IST)