Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

પડધરી તાલુકાના 35 થી વધારે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા

લેખિતમાં બાહેંધરી આપવા છતાં માંગણીનો કોઈ નિરાકરણ નહીં આવતા હડતાલ

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘ તેમજ રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ના આદેશ અન્વયે પડધરી તાલુકા ના 35 થી વધારે કર્મચારી ઓ હડતાલ ઉપર છે કર્મચારીઓ એ પોતાની વેદના ઠાલવતા જણાવેલ કે અમે કોઈ કોરોના રસીનો વિરોધ કરતા નથી કોરોનાની રસી ક્યાં દીવસે આવાની છે તેના કોઈ સમાચાર પણ હતા નહીં એ પહેલાની આ અમારી પડતર માંગણી છે જે છેલ્લા 2 વર્ષ થી માંગેલી છે

પ્રથમ હડતાલ ફ્રેબ્રુઆરી -19 અને બીજી હડતાલ ડિસેમ્બર – 19 મા કરેલ અને ત્યારે સરકાર દ્વારા લેખિતમાં બાહેધેરી આપેલ છતાં આજદિન સુધી અમારી માંગણીનું નિરાકરણ કરવામાં આવેલ નથી હાલ મા 1-1-21 ના રોજ પણ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અલટીમેટમ આપવામાં આવેલ અને તા. 11-1-21 ના રોજ આરોગ્ય અગ્રસચિવ શ્રી જયંતિ રવિ સાથે કરેલ બેઠક માં કોઈ સરકારશ્રી તરફથી પોઝિટિવ અભિગમ ના દેખાતા કર્મચારિઓ દ્વારા તા. 12-1-21 થી અચોક્કસ મુદત ની ગાંધી ચીંધ્યા માર્ગે હડતાલ કરવાનું નકી કરવામાં આવેલ.

 
(8:05 pm IST)