Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

મોરબી ક્રાઈમ બ્રાન્ચનો સપાટો :એલ પી જી ગેસના ટેન્કરમાં છુપાવી લઈ જવાતો લાખોનો દારૂ ઝડપાયો

વાંકાનેર બાઉન્ડરી નજીક 11,700 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો : ડ્રાઈવરની ધરપકડ

મોરબી એલસીબી પોલીસ ટીમને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એલપીજી ગેસના ટેન્કરમાં છુપાવી લઇ જવાતાં અધધ 11,700 બોટલ જેટલાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ સાથે જ પોલીસે ટેન્કર ચાલક ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના તથા મોરબી એલસીબી પી.આઇ. વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.એસ.આઇ. એન. બી. ડાભી તથા ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હેડ કો. જયવંતસિંહ ગોહિલ અને કો. ભરતભાઈ મિયાત્રાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવતા ત્યાંથી અમદાવાદ તરફથી આવતા એક LPG ગેસ ટેન્કર નંબર NL 01 L 5509 ને રોકી તલાસી લેતાં તેમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો…

મોરબી એલસીબી પોલીસ દ્વારા આ દરોડામાં અલગ-અલગ બ્રાન્ડની કુલ 11,700 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 44,23,860 તથા એક મોબાઇલ ફોન, ટેન્કર સહિત કુલ રૂ. 64,30,760 નો મુદ્દામાલ કબજે લઇ ટેન્કર ચાલક ગોરધનરામ અમેદારામ ચૌધરી (ઉ.વ. 38, રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી આ દારૂનો જથ્થો મોકલનાર રામારામજી ખેતારામજી જાટ નામના આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે….

મોરબી એલસીબી પોલીસની આ કામગીરીમાં પી.આઇ. વી. બી. જાડેજા, પી.એસ.આઇ. એન. બી. ડાભી, એએસઆઈ રસિકભાઈ ચાવડા, હેડ કો. દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, જસવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કો. ભરતભાઈ મિયાત્રા, નંદલાલભાઈ વરમોરા, રણવીરસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

 
(8:03 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો; નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,57,679 થઇ :એક્ટિવ કેસ 2,06,879 થયા: વધુ 15,011 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,93,994 થયા :વધુ 162 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,292 થયા access_time 12:56 am IST

  • સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાં ને ઝટકો : જોહર યુનિવર્સીટીની 70 હેકટર જમીન યુ.પી.સરકારના નામે થઇ જશે : એસ.પી.પાર્ટીના રાજમાં સેંકડો વીઘા જમીન જોહર ટ્રસ્ટને પાણીના ભાવે અપાઈ હતી : એ.ડી.એમ.કોર્ટનો ચુકાદો access_time 8:14 pm IST

  • વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ : અમેરિકાને કોરોના સતત નચાવે છે: આજે સવાર સુધીમાં બે લાખથી ઉપર કેસ નોંધાયા : અમેરિકામાં પોઝિટિવિટી રેટ ૧૦.૭ ટકા, સવા લાખ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં, ૨૩ હજારથી વધુ આઈસીયુમાં અને ૨૪ કલાકમાં લગભગ ૩૭૦૦ નવા મૃત્યુ થયા છે : અત્યાર સુધીમાં ૧.૩૭ કરોડ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઇ ચૂકી છે: બ્રાઝિલમાં સવાર સુધીમાં નવા ૬૨ હજાર, ઇગ્લેન્ડમાં ૪૧ હજાર, રશિયામાં ૨૪ હજાર, ફ્રાન્સમાં ૨૧ હજાર, ઇટાલીમાં ૧૬ હજાર અને ભારતમાં નવા કોરોના કેસ ૧૫,૧૪૪ નોંધાયા છે: આ ઉપરાંત જર્મનીમાં ૧૪ હજારથી વધુ, ઈઝરાયેલમાં ૮ હજારથી વધુ અને જાપાન- કેનેડામાં છ હજારની આસપાસ નવા કેસ નોંધાણા: યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૨૪ કલાકમાં ૩૪૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજે 181 નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૫,૧૪૪ નવા કેસો સામે ૧૭ હજારથી પણ વધુ લોકો સાજા થયા છે. access_time 3:30 pm IST