Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ધોરાજીમાં વીજળી કર્મચારી મહામંડળ દ્વારા પગાર પંચ મુજબ એરીયર્સની ચૂકવણીની માગણી સાથે જીઈબી કચેરી ખાતે દેખાવો કર્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)  ધોરાજી: ધોરાજી પીજીવીસીએલ કચેરી ખાતે વીજળી કર્મચારી મહામંડળ દ્વારા પગાર પંચ મુજબ એરીયસ ચૂકવવાની માંગણી સાથે દેખાવ કર્યો હતો
ધોરાજી વીજળી કર્મચારી મહામંડળના કર્મચારી યુનિયનના એ પી ડવ એ જણાવેલ કે સમગ્ર ગુજરાતમાં પી.જી.વી.સી.એલ તેમજ જેટકો જીબી ના કર્મચારી દ્વારા પગાર પંચ મુજબ એરિયર્સ માગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા કે જીઇબી ની સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકારના ઉર્જા મંત્રી દ્વારા કોઈ વહેવાર ઉકેલ નહિ આવતાં આંદોલને વેગ પકડયો છે અને આજે ધોરાજી કચેરી ખાતે ૧૦૦ જેટલા કર્મચારીઓએ સામૂહિક દેખાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા આ બાબતે સામૂહિક કર્મચારીઓએ જણાવેલ કે
જો તાત્કાલિક નિર્ણય નહીં કરવામાં આવે તો મોટી સંખ્યામાં કર્મચારીઓ માસ સીએલ ઉપર તારીખ 21 થી જશે
ધોરાજીમાં સો જેટલા કર્મચારીઓએ સામૂહિક દેખાવ કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા
કર્મચારીઓએ જણાવેલ કે યુનિયન સાથે વાટા ઘાટા ના તમામ બાબતે મંત્રણાઓ આજ સુધી ભાંગી પડી છે અને હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિસ્થિતિ શું થાય છે તે જોવાનું રહ્યું
જો કર્મચારીઓ સામૂહિક માસ સીએલ ઉપર જશે તો પ્રજાને અન્ય કોઈ વિકલ્પ નથી કેમ પણ કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ બાબતે તાત્કાલિક સરકાર દ્વારા જપ્ત કરવાની માગણી કરી હતી

(8:42 pm IST)